રૂ. 10,68,000નો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, અધિક પોલીસ કમિશનર, સેક્ટર-2, જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર ઝોન-6 ડો. રવિ મોહન સૈની તથા મદદનીશ પોલીસ કમિશનર, ‘જે’ ડિવિઝન, પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ શહેરમાં દેશી દારૂની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજા દ્વારા સ્ટાફને પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાને અનુસરીને, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફે તા. 23/03/2025ના રોજ સવારે 06:30 વાગ્યે, ઈસનપુર ઘોડાસર બ્રિજ પાસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી. આ દરમિયાન એક મીની અશોક લેલેન્ડ ગાડીમાંથી મીણીયાના થેલામાં ભરેલી પોલીથીનની થેલીઓમાંથી કુલ 2550 લિટર દેશી દારૂનો જથ્થો (કિંમત રૂ. 5,10,000/-), મીની અશોક લેલેન્ડ ગાડી (કિંમત રૂ. 5,50,000/-) તથા એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 8,000/-) મળી આવ્યા. આમ, કુલ રૂ. 10,68,000/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી રફીક ઉર્ફે બાદશાહ સુલેમાનભાઈ (ઉંમર 39 વર્ષ, રહે. મકાન નં. 32, છીપાઈવાસ, બાબુભાઈની ચાલી, જામા મસ્જિદ પાસે, સરખેજ, અમદાવાદ શહેર)ને પકડી પાડવામાં આવ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કલમ પ્રોહિબિશન એક્ટ 65(એ)(ઈ), 81, 83, 98(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓમાં પો.સ.ઈ. એન.આર. સોલંકી, અ.હે.કો. રમેશભાઈ ગોરાભાઈ, અ.પો.કો. તૌસીફમહંમદ ફકીરમહંમદ, જયેશભાઈ મધુભાઈ, કિરણભાઈ જીવણભાઈ, મુન્નાભાઈ સામતભાઈ, નરેન્દ્રસિંહ રાયસંગભાઈ, લક્ષ્મણભાઈ સનાભાઈનો સમાવેશ થાય છે.