શું નરેન્દ્ર મોદી પર પરમશક્તિના કોઈ વિશિષ્ટ આશીર્વાદ છે? શું કોઈ દૈવી તત્ત્વ તેમને મદદ કરી રહ્યું છે? આવી ચર્ચાઓ અનેક જગ્યાએ તમે સાંભળી હશે. કેટલીક વખત આપણે ખુદ પણ આવી ચર્ચાઓનાં ભાગ બન્યા હોઈશું. લેખકો આવી વાતો લખવાનું ટાળે છે. કારણ કે, એવું લખવામાં પછાત ગણાઈ જવાનો ડર હોય છે. પરંતુ જે લોકોએ એમની કારકિર્દી નજીકથી નિહાળી છે, એમનું માનવું ચોક્કસ છે કે, તેઓ ઈશ્ર્વરનું પ્રિય સંતાન છે. એક વાત નક્કી છે: પરમતત્ત્વએ બહુ મહાન કાર્યો પાર પાડવા નરેન્દ્ર મોદીના શિરે જવાબદારી મૂકી છે. હમણાં જ આપણે ઉદાહરણ જોયું: અયોધ્યામાં રામમંદિરનું ખાતમુહૂર્ત તેમણે કર્યું, બધું સમુંસૂતરું પાર ઉતરશે તો મંદિરનું લોકાર્પણ પણ તેઓ જ કરશે. આપણે બધાં જાણીએ છીએ કે, આ પરિસ્થિતિ લાવવી એ સહેલું કામ ન હતું. છેલ્લાં લગભગ પાંચસો વર્ષથી લટકતો હતો આ પ્રશ્ર્ન. અનેક સમ્રાટો આવ્યા અને ગયા, અનેક વડા પ્રધાનો આવી ગયા. કોઈ આ બાબતે ખાસ કશું ન કરી શકયા. ભૂતકાળના ભીરુ, બિક્કણ વડા પ્રધાનો તો અયોધ્યા રામ જન્મભૂમિની મુલાકાત લેતાં પણ ડરતા હતા. તેમને મુસ્લિમ મતો ગુમાવવાનો ડર હતો. ટેલિવિઝન ડિબેટમાં સાંભળ્યું કે, રામજન્મભૂમિની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી માત્ર બીજાં રાજા છે, તે પહેલાં છેક સદીઓ અગાઉ રાજા વીર વિક્રમાદિત્ય અહીં પધાર્યાં હતા. રામમંદિરનો ચૂકાદો હિન્દુઓ તરફે આવવાનો હતો એ નક્કી હતું. પરંતુ કેઈસને ચુકાદાના સ્ટેજ સુધી લાવવો એ લગભગ અશક્ય જેવું કામ હતું. કારણ કે, રામમંદિરના હવનમાં આધુનિક યુગનાં રાક્ષસો સતત હાડકાં નાંખી રહ્યાં હતાં.
કોંગ્રેસી વકીલ કપિલ સિબ્બલ તો આ મુદ્દે જાહેરમાં પડકાર પણ ફેંકી ચૂકયા હતાં. ચૂકાદો 2019માં જ આવી જાય તેવાં સંજોગો મોદીએ ઊભા કર્યાં હતા, ત્યારે પણ સિબ્બલે 2019ની લોકસભા ચૂંટણી સુધી એ ચુકાદો ટાળવા અરજી કરી અને સર્વોચ્ચ અદાલતે એ માન્ય રાખી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિયત સમયમર્યાદામાં દલીલો પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ ન આપ્યું હોત તો આજે પણ તારીખ પે તારીખ… તારીખ પે તારીખ જ પડતી હોત. અને રંજન ગોગોઈએ તે અલ્ટિમેટમ આપ્યું એ જ મોદી મેજિક છે. મોદીનો જન્મ જ કદાચ યુગકાર્યો કરવા માટે થયો છે. ક્યા રાજકીય પંડિતે આગાહી કરી હતી કે, 370 અને 35-એનો આમ રાતોરાત કચ્ચરઘાણ નીકળી જશે? બેવકૂફ અને બની બેઠેલા પોલિટિક્સ એક્સપર્ટ દાવો કરતા હતાં કે, 370 હટાવવી એ અસંભવ કાર્ય છે. રામજન્મભૂમિ બાબતે પણ અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ફિફટી – ફિફટીના ચુકાદાને માની લેવા પોંગા પંડિતો હિન્દુઓને સલાહો આપતા હતાં. તેમનું કહેવાનું હતું કે હિન્દુઓને આનાંથી વિશેષ કશું જ, ક્યારેય નહીં મળે!
- Advertisement -
મોદીને માપવાની ફુટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ. આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે. જ્યાં આ ઘનચક્કર પંડિતોની વિચારશક્તિ પૂર્ણ થાય છે, ત્યાંથી મોદીની શરૂ થાય છે. તેનું એક કારણ એ છે કે, તેમની રાજનીતિ બિન-પરંપરાગત છે. બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ કે, તેમનો રાષ્ટ્રવાદ અને એ રાષ્ટ્રવાદનું રખોપું કરવાનું સંકલ્પબળ. એટલે જ રાજકીય પંડિતોને તેઓ અન-પ્રિડિક્ટેબલ લાગે છે! તેમનાં નિર્ણયો અણધાર્યા અને અકલ્પ્ય લાગે છે. ઉદાહરણ તરીકે: યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે પસંદગી.
ભાજપે સૂત્ર આપ્યું હતું, ‘મંદિર વહીં બનાયેંગે…’ કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ રામ જન્મભૂમિને ભાજપનો ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવીને પ્રતિસૂત્ર આપ્યું હતું: ‘… તારીખ નહીં બનાયેંગે…’ હવે આ વિરોધીઓ શું કરશે? હવે તારીખ પણ અપાઈ ગઈ, ભૂમિપૂજન પણ થઈ ગયું! બરાબર આવું જ 370 બાબતે બન્યું હતું. અબ્દુલ્લા અને મુફતી પરિવારે તથા દિલ્હીમાં બેઠેલા સવાયા પાકિસ્તાની નેતાઓએ ખૂબ ધમપછાડા કર્યાં, પણ પછી સમજાયું કે, ધાર્યું ધણીનું જ થાય. સિટીઝન એમેન્ડમેન્ટ ઍકટ (સી.એ.એ.) વખતે પણ આવું જ જોવા મળ્યું. તીન તલ્લાક આમ ક્ષણભરમાં ફેંકાઈ જશે એવી કલ્પના પણ કોઈએ નહોતી કરી. સરપ્રાઈઝીસ આપવા, લોકોને દિગ્મૂઢ – સ્તબ્ધ કરી નાંખવા એ મોદીની ફિતરત છે. એક દિવસ આવી જ રીતે તેઓ કોમન સિવિલ કોડ બાબતે પણ બધાંને સ્તબ્ધ કરી દેશે!
જયારે – જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે. તેઓ ‘બિગ મેચ’સ પ્લેયર’ છે. દશેરાને દિવસે તેમનો પાણીદાર અશ્ર્વ અચૂક દોડે છે, અવશ્ય જીતે છે. એમનો અશ્ર્વમેધ યજ્ઞ ચાલું છે, આ યજ્ઞના અશ્ર્વને ઝાલીને મોદીને પડકારવાની કોઈની મગદૂર નથી. મોદીની રાજનીતિની આ જ મજા છે. જાણે કોઈ જાતવાન અશ્ર્વની રેવાલ ચાલ. એમની રાજનીતિમાં નૃત્ય છે, ગીત-સંગીત અને કાવ્ય છે. કહો કે, એમની રાજનીતિ એક કલાકૃતિ છે. તેમાં રહસ્યો પણ છે અને કોયડાઓ પણ છે, તેમાં સાહિત્ય પણ છે અને ચિત્રકળા પણ છે, તેમાં ડ્રામા પણ છે અને અભૂતપૂર્વ સ્ક્રીન પ્લે પણ ખરો. તેમાં ભરપૂર ટ્વિસ્ટ છે અને રૂંવાડા ઊભા કરે દેતો રોમાંચ અને સસ્પેન્સ છે. જરા યાદ કરો, 370 હટાવ્યા પહેલાંના પાંચ-સાત દિવસો!
- Advertisement -
હું એટલે જ નરેન્દ્ર મોદીને પ્રકૃતિનું પ્રિય સંતાન માનું છું. કોઈ એવી શક્તિ છે – જેમનાં આશીર્વાદ નિત્ય તેમનાં પર વરસી રહ્યા છે. એમણે જે કાર્યો કર્યા છે, તે માત્ર રાજકીય ઈચ્છાશક્તિથી સંપન્ન ન થઈ શકે. 370, 35-એ, તીન તલ્લાક, રામ જન્મભૂમિ, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક જેવાં કાર્યો તો બેશક કપરાં હતાં જ. પરંતુ ચર્ચા માત્ર એ કાર્યોની નથી. એ સિવાય પણ જે કાર્યો તેમણે કર્યાં છે – એ કોઈ ચમત્કારથી કમ નથી. ઉદાહરણ તરીકે આપણે આયુષમાન ભારત યોજના, જન ધન યોજના, રાફેલ ડીલ, સૈન્ય સુધારા, પૂર્વોત્તર ભારતની એકાદ ડઝન વિકાસ યોજનાઓ જેવી અગણિત બાબતો લઈ શકીએ. આ બધું જ પાછું સફળ! તીન પત્તીની દરેક બાજીમાં કોઈને ત્રણ એક્કા નીકળે તો નવાઈ લાગે જ, મોદીને દરેક બાજીમાં આવો ટ્રાયો નીકળે છે.
નરેન્દ્ર મોદી પરમ દેવીભક્ત છે. નવરાત્રિનાં તેમનાં અનુષ્ઠાનો વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ આપણે કોઈ ન જાણતાં હોઈએ એવું ઘણું બધું હોઈ શકે. આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી. એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે. વિષય રસપ્રદ છે. ગુજરાતી લેખકો આ મુદ્દે ઊંડા ઉતરે તો ગમશે. પણ, ગોંડલના સિદ્ધપુરુષ નાથાબાપાના દર્શને નિત્ય જતાં અગણિત લેખકો સુદ્ધાં પોતાની જાતને વિસ્મયવાદી તરીકે ખપાવતા કલમકારો શું આવા વિષયને સ્પર્શ કરશે?
મોદીને માપવાની ફૂટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ,
આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે
આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી, એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે
જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે