એડિશનલ ચીફ સેક્રેટરી હોમના સૂચન મુજબ ડીજીપી કચેરી દ્વારા તાકીદે રિપોર્ટ આપવા આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 15 ટકા કમિશન લઇ ઉઘરાણીના નાણાં કઢાવી આપવા સાથે મોટા સેટલમેન્ટ કરાવતા હોવાના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયાના રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર આક્ષેપથી ગૃહમંત્રાલય હચમચી ઉઠ્યું છે અને આ બનાવની તપાસ એડિશનલ ડીજીપી (ટ્રેની) વિકાસ સહાયને સુપ્રત કરવામાં આવવા સાથે તાકીદે રિપોર્ટ આપવા આદેશ થયાનો બહાર આવ્યું છે.
ત્યારબાદ ફરિયાદીના કથન મુજબ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી કે ગઢવી દ્વારા તેઓની કરોડોની ઉઘરાણી વસૂલવા માટે પોલીસ કમિશનર દ્વારા 30 ટકાની કહેવાતી માંગણી અંગે ફરિયાદીના ભાઈને જણાવેલ.ફરિયાદીના કથન મુજબ વાટાઘાટના અંતે 15 ટકા લેવાનું નક્કી કરી આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીએસઆઈ સાંખડાને સુપરત કર્યાનું જણાવેલ. વિસ્ફોટક નિવેદનોને પગલે પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એડિશનલ ચીફ સેક્રેટરી હોમ,રાજકુમારને યોગ્ય કરવા સૂચના આપી હતી, એડિશનલ ચીફ સેક્રેટરી હોમ રાજકુમાર દ્વારા જે તે દિવસે મુખ્ય પોલીસ વડા રજા પર હોવાથી ઇન્ચાર્જ પોલીસ વડા બિસ્ત દ્વારા એડિશનલ ડીજીપી વિકાસ સહાયને આ તપાસ સુપરત કરીને તાકીદે અહેવાલ રજૂ કરવા સુચવ્યાનું સૂત્રો જણાવે છે.