દેવાધિદેવ મહાદેવના ચરણોમાં ડો શરદ ઠાકરના પ્રણામ. સાચા શિવ ભક્તે અંતર્મુખી બનવું આવશ્યક છે. કાચબો જે રીતે પોતાના અંગો અંદરની તરફ ખેંચી લે છે એ જ રીતે સાચા સાધકે પોતાની વૃત્તિઓને ભીતરની તરફ વાળી દેવી જોઈએ. સંસારમાં જીવવું ખરું પરંતુ સાવધાન રહીને સભાનપણે સાક્ષીભાવ કેળવીને રહેવું. આપણી આસપાસ સારી કે નરસી જે કોઈ ઘટનાઓ બનતી રહે તેમાં લપેટાયા વગર તટસ્થભાવે તે ઘટનાઓને બનતી જોયા કરવી.
કાચબો જ્યારે પોતાના માથાને અને ચારે પગને અંદર ખેંચી લે છે ત્યારે એની ઉપર સખ્ત આવરણ જેવી ઢાલ રહે છે. એટલા માટે એને ઢાલ કાચબો પણ કહેવાય છે. જ્યાં સુધી કાચબાનું માથું કે પગ બહાર હોય છે ત્યાં સુધી તેને ઘાયલ થવાનો ખતરો રહે છે, જ્યારે તેના અંગો અંદરની તરફ ખેંચાઈ જાય છે એ પછી કાચબો સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જાય છે. એની ઉપર આપણે પગ મૂકીને ઊભા રહીએ તો પણ એને ઇજા થતી નથી. આવું જ અંતર્મુખી બનેલા સાધકનું થાય છે. એક વાર સાધકનું ચિત્ત ભીતરની દિશામાં વાળી જાય એ પછી એના જીવનમાં ગમે તેટલી ભયંકર સાંસારિક મુસીબત ત્રાટકે તો પણ તેને કંઈ જ થતું નથી.
- Advertisement -
એકવાર સાધકનું ચિત્ત ભીતરની દિશામાં વળી જાય, પછી ગમે તેટલી સાંસારિક મુસીબતો આવે તો પણ તેને કોઈ નુકસાન થતું નથી