ખાસ-ખબર સંવાદદાતા
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ 26 જાન્યુઆરીના રોજ એક અમેરિકન સંસ્થાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે. હમીદ અંસારીએ આ અગાઉ પણ અનેકવખત વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે.
ઈવેન્ટની આયોજક સંસ્થા ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (ઈંઅખઈ) છે. આ સંગઠન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે તથા ભારતમાં રમખાણો સાથે સંકળાયેલી ગણાય છે. અન્સારીએ આ સંસ્થાના મંચ પરથી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં નાગરિક રાષ્ટ્રવાદને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. અંસારીએ કહ્યું કે ધર્મના આધારે અસહિષ્ણુતાને ધાર્મિક બહુમતીને રાજકીય એકાધિકાર તરીકે રજૂ કરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં હામિદ અંસારી સાથે અમેરિકાના ચાર ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમના સિવાય ઇન્ટરનેશનલ કમિશન ફોર રિલિજિયસ ફ્રીડમના વડાએ પણ હાજરી આપી હતી.