અલગ અલગ 47 રમતનો સમાવેશ : વિજેતાઓને ખેલો ઇન્ડીયા સુધી પહોંચવાની તક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26 માટેનું સ્પોર્ટ્સ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી 4 ઓગસ્ટથી ભાઈઓ અને બહેનોની કુલ 47 રમતગમત ઇવેન્ટ્સ સાથે આંતર-કોલેજ સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સ્પર્ધામાં યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોના ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે યુનિવર્સિટીએ ખેલાડીઓની માગને ધ્યાનમાં રાખીને કરાટે અને ફેન્સિંગ જેવી બે નવી રમતોનો પણ ટ્રાયલ બેઝ પર સમાવેશ કર્યો છે. આંતર-કોલેજ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને ખેલો ઇન્ડિયા સહિત રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.આ સ્પોર્ટ્સ કેલેન્ડરમાં વ્યક્તિગત અને ટીમ ગેમ્સ બંનેનો સમાવેશ થાય છે. વ્યક્તિગત રમતોમાં ચેમ્પિયન થયેલા ખેલાડીઓને વેસ્ટ ઝોન, વેસ્ટ-સાઉથ ઝોન, ઓલ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા સુધી પોતાનું કૌવત બતાવવાની તક મળે છે. જ્યારે ટીમ ગેમ્સમાં નિષ્ણાતો દ્વારા એક ટીમનું સિલેક્શન કરવામાં આવે છે, જે પણ ખેલો ઇન્ડિયા સુધી પહોંચી શકે છે. ગત વર્ષે 35થી વધુ ખેલાડીઓ ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાય થયા હતા અને ચાર ખેલાડીઓએ ઓલ ઇન્ડિયા કક્ષાએ મેડલ અપાવ્યા હતા. નવેમ્બરમાં ભાઇઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે પરંતુ હજુ ચોક્કસ તારીખ નથી નક્કી કરવામાં આવી નથી. આ ઉપરાંત ભાઈઓ અને બહેનો માટેની કરાટે (ટ્રાયલ બેઝ), ફેન્સિંગ, રોડ સાયકલિંગ, સ્વિમિંગ-ડાઈવિંગ ઇવેન્ટ્સની તારીખો હજુ જાહેર થઈ નથી.
બે નવી રમતો કરાટે અને ફેન્સિંગનો ટ્રાયલ બેઝ પર સમાવેશ કરાયો
આ વર્ષના સ્પોર્ટ્સ કેલેન્ડરમાં બે નવી રમતો કરાટે અને ફેન્સિંગનો ટ્રાયલ બેઝ પર સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ રમતોમાં ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે, તો તેમને ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન કક્ષાએ રમવા માટે મોકલવામાં આવશે. આ વખતે વિદ્યાર્થીઓએ ઓફલાઇન એલિજિબિલિટી ફોર્મ ભરવાનું રહેશે. કોલેજોને એક એલિજિબિલિટી ફોર્મ મોકલવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના જરૂરી દસ્તાવેજો જોડવામાં આવશે. આ વખતે એક નવો દસ્તાવેજ ઉમેરવામાં આવ્યો છે: ઞૠ અને ઙૠના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાનો ઓફર લેટર જોડવાનો રહેશે.
સૌ.યુનિ.નું સંપૂર્ણ સ્પોર્ટ્સ કેલેન્ડર 2025-26
- Advertisement -
ઓગસ્ટ
04 : ચેસ (ભાઈઓ-બહેનો)
12 : ટેબલ ટેનિસ (ભાઈઓ)
13 : ટેબલ ટેનિસ (બહેનો)
20 : ક્રોસ ક્ધટ્રી (ભાઈઓ – બહેનો)
21 : જિમ્નાસ્ટિક (ભાઈઓ – બહેનો)
22 : લોન ટેનિસ (ભાઈઓ – બહેનો)
25 : બેડમિન્ટન (ભાઈઓ)
26 : બેડમિન્ટન (બહેનો)
29 : જુડો (ભાઈઓ)
30 : જુડો (બહેનો)
સપ્ટેમ્બર
01 : યોગા (ભાઈઓ – બહેનો)
03 : ટગ ઓફ વોર (ભાઈઓ)
04 : ટગ ઓફ વોર (બહેનો)
06 : વોલીબોલ (બહેનો)
08 : નેટબોલ (ભાઈઓ)
09 : નેટબોલ (બહેનો)
11 : ફૂટબોલ (ભાઈઓ)
12 : ફૂટબોલ (ભાઈઓ)
13 : ફૂટબોલ (બહેનો)
16 : રેસલિંગ (ભાઈઓ)
17 : રેસલિંગ (ભાઈઓ)
18 : રેસલિંગ (બહેનો)
20 : વુડબોલ (ભાઈઓ અને બહેનો)
22 : બાસ્કેટબોલ (ભાઈઓ)
23 : બાસ્કેટબોલ (બહેનો)
25 : કબડ્ડી (ભાઈઓ)
26 : કબડ્ડી (ભાઈઓ)
27 : કબડ્ડી (બહેનો)
29 : પાવર લિફ્ટિંગ (ભાઈઓ)
30 : પાવર લિફ્ટિંગ (બહેનો)
ઓક્ટોબર
01 : ખો ખો (ભાઈઓ)
04 : ખો ખો (બહેનો)
06 : શૂટિંગ (ભાઈઓ અને બહેનો)
11 : હેન્ડબોલ (ભાઈઓ)
14 : હોકી (ભાઈઓ)
15 : હોકી (બહેનો)
16 : વોલીબોલ (ભાઈઓ)
નવેમ્બર
11 : આર્ચરી (ભાઈઓ અને બહેનો)
13 : બેઝબોલ (ભાઈઓ અને બહેનો)
14 : સોફ્ટબોલ (ભાઈઓ અને બહેનો)
16 : ક્રિકેટ (બહેનોની ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ)
18 : વેઈટ લિફ્ટિંગ (ભાઈઓ અને બહેનો)
20 : હેન્ડબોલ (બહેનોની આંતર-કોલેજ સ્પર્ધા)
24, 25 અને 26 : એથ્લેટિક્સ (ભાઈઓ અને બહેનો)