રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રૈયા ચોકડી સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલે કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોમ્બીંગ નાઈટ દરમિયાન સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતુ.
- Advertisement -
ગત રાત્રે રાજકોટ પોલીસના અનેક વાહનો સાથેની પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ ઊતરી ગઇ હતી. વિવિધ વિસ્તારોમાં ચેકિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરાતા લોકોમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. શહેરમાં ઘરફોડચોરી, લૂંટ જેવી ઘટનાઓ અટકાવવા તેમજ અસામાજિક તત્વોને શોધી કાઢવા માટે આ કોમ્બિંગ હાથ ધરાયું છે.