20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરાઇ: 7 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સુચના અપાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના બજરંગવાડી તથા જામનગર રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી, તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાનની સાથે બજરંગવાડી તથા જામનગર રોડ વિસ્તારમાં આવેલા જાણીતા એકમો જય ગણેશ મદ્રાસ કાફે, જય મુરલીધર પાન, પુજા કોલ્ડ્રિંક્સ, શ્રી રામ ખમણ, જય સોમનાથ ઘૂઘરા, ક્રિષ્ના ફરસાણ સ્વીટ માર્ટને લાયસન્સ લેવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા ડેરી અને ફરસાણની દુકાનો જેવી કે, ગાયત્રી ડેરી, રાધે ફરસાણ, દેવ કોલ્ડ્રિંક્સ, રવેચી દુગ્ધાલય, બાલાજી ફરસાણ, મહીરાજ ફરસાણ, ભવાની કોલ્ડ્રિંક્સ, સાંઇ કોલ્ડ્રિંક્સ, દાદાની દયા ફાસ્ટ ફૂડ, અમૃત ડેરી ફાર્મ, આનંદ જનરલ સ્ટોર, બાલકૃષ્ણ સ્વીટ ફરસાણ ગુજરાત બેકરીમાં ફૂડની ચકાસણી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી દરમ્યાન ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 06 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ચા ભૂકી (લુઝ) અને પ્રિપેર્ડ- લુઝના નમુના મોમાઈ ટી સ્ટોલ પાન સેન્ટર, હોટલ કનકાઇ ખાતેથી લેવામાં આવ્યા હતા. તેમજ મસાલા ચા (પ્રિપેર્ડ -લુઝ) અને ચા પત્તી (લુઝ)ના નમુના જે.પી.પી ફૂડ ઝોન ખાતેથી લેવામાં આવ્યા હતા.
- Advertisement -
ઓમ ડિલક્સ પાન શોપને સીલ કરવામાં આવી
શહેરના ઢેબર રોડ પરના ઓમ ડિલક્સ પાન શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા ના જાળવવા બદલ અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા જાહેર આરોગ્યને નુકસાન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમજ કાર્યવાહી દરમ્યાન વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. આ અગાઉ પણ સ્વચ્છતા જાળવવા બાબતે સુચના આપવામાં આવી હતી. તેમ છતાં કોઇ પગલાં ના લેતા તા.30ના રોજ સાંજે ઓમ ડીલક્સ પાન શોપના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ -1949ની કલમ – 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.