ખાસ-ખબર સંવાદદાતા
ચાલુ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન વૈશ્વિક પડકારો છતાં રોકાણકારોએ ભરોસો દર્શાવતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણ આંશિક વધીને 2.93 અબજ નોંધાયું છે. ગત વર્ષે આ સેક્ટરમાં 2.88 અબજનું રોકાણ થયું હતું. આર્થિક વૃદ્ધિદર અને ભૌગોલિક રાજકીય તણાવ સહિતના વૈશ્વિક પડકારો છતાં સંસ્થાકીય રોકાણકારોએ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભરોસો મૂક્યો હતો. સેક્ટરમાં રોકાણમાં વૃદ્ધિ એ આંતરરાષ્ટ્રીય માર્કેટ વચ્ચે ઉભરતા ભારતના માર્કેટમાં રહેલી ગ્રોથની તકોને દર્શાવે છે તેવું ઉંકક ઇન્ડિયાએ જણાવ્યું હતું.
પ્રોપર્ટી ક્ધસલટન્ટ જેએલએલ ઇન્ડિયા અનુસાર દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2023ના પહેલા છ મહિના દરમિયાન 22 ડીલ મારફતે 2,939 મિલિયનનું રોકાણ જોવા મળ્યું હતું. રોકાણ માટેની પેટર્ન મજબૂત રહી છે અને આ કેલેન્ડર વર્ષે તે 5 અબજને આંબે તેવી શક્યતા છે. ડેટા અનુસાર, ઓફિસ એસેટ્સમાં જાન્યુઆરી-જૂન દરમિયાન રોકાણ ગત વર્ષના 1,056 મિલિયનથી વધીને 1,927 મિલિયન નોંધાયું છે.
- Advertisement -
ચાલુ વર્ષના પહેલા છ મહિના દરમિયાન રહેણાંક મિલકતોમાં 512 મિલિયનનું રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે ગત વર્ષે તેમાં 429 મિલિયનું રોકાણ નોંધાયું હતું. વેરહાઉસ એસેટ્સમાં રોકાણ અગાઉના 203 મિલિયનથી વધીને 366 મિલિયન રહ્યું છે. જ્યારે હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ ગત વર્ષની તુલનાએ 134 મિલિયનનું રોકાણ થયું હતું. જો કે ગત વર્ષે 499 મિલિયનના રોકાણ સામે આ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન ડેટા સેન્ટર્સ, રિટેલ અને અન્ય પ્રોજેક્ટસમાં કોઇપણ પ્રકારનું રોકાણ જોવા મળ્યું નથી.