વડાળીની સાંથણીની જમીન વાજડીગઢમાં ફાળવી દેવાઈ!
ખાસ-ખબર સંવાદદાતાla
કહેવાય છે કે, રાજકોટ એટલે લેન્ડસ્કેમનું પાટનગર. અહીં વિસ્તારદીઠ બે-પાંચ જમીન કૌભાંડકાર મળી રહે છે. અહીં મસમોટાં જમીન કૌભાંડ એ સાવ રૂટિન બાબત બની ગઈ છે. આવું જ એક મહાકૌભાંડ રાજકોટમાં રચાયું છે.
એક શખ્સને વડાળીમાં સાંથણીની જમીન ફાળવવામાં આવી હોવા છતાં તત્કાલિન કલેકટર તંત્રએ તેમને રાજકોટના પોશ એરીયા નજીક 15 એકર કિંમતી જમીન ફાળવી દેવામાં આવી હતી. આશ્ર્ચર્યની વાત એ છે કે, જે જમીન ફાળવાઈ છે તે પણ મૂળ ગૌચરની છે!
મફતનાં ભાવની જમીનને બદલે સોનાંની લગડી જેવી જમીન ફાળવી દેવાનું પ્રયોજન શું હોઈ શકે, એ આપણે સૌ જાણીએ છીએ. આ કિસ્સામાં એટલી મોટી રમત રમાઈ ગઈ છે કે, આપણી કલ્પના પણ કામ ન કરે.
‘ખાસ-ખબર’ સતત આ પ્રકરણની પાછળ છે અને તેને લગતાં તમામ સત્યો ઉજાગર કરવા અમે કટિબદ્ધ છીએ.
- Advertisement -
રાજકોટનાં જમીન કૌભાંડકારો પર લગામ લગાવવી જરૂરી
વાજડીગઢમાં આવેલી આ જગ્યા મૂળ ગૌચરની છે. તેમાં જેવું કૌભાંડ રચાયું તેવું શહેરમાં બીજી પણ અનેક જગ્યાએ રચાયું છે. આવા કૌભાંડકારોને ઉઘાડાં પાડવા પણ જરૂરી છે અને સરકારી સ્તરે પણ તેમની સામે પગલાં લેવા જરૂરી બની ગયા છે. જો આવું નહીં થાય તો જમીન કૌભાંડોનો સિલસિલો કોઈ રોકી શકશે નહીં.