ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું છે કે, PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા શહેરમાં આધુનિકરણના ભાગરૂપે તમામ વીજ ગ્રાહકો માટે નેક્સ્ટ જનરેશનના સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. આ પહેલનો હેતુ ઉર્જા વિતરણ માળખાને સુગમ, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવાનો છે. આ પહેલના ભાગરૂપે, આજરોજ તા. 29/07/2025 ના રોજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્ષ સ્થિત મેયરના બંગલા ખાતે PGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યું હતું. મેયરએ સ્માર્ટ મીટરના ફાયદા સમજાવતા કહ્યું કે, આ ઇલેક્ટ્રોનિક ઉપકરણ વીજળીનો વપરાશ, વોલ્ટેજ, વર્તમાન અને પાવર ફેક્ટર જેવી માહિતી રેકોર્ડ કરે છે અને ગ્રાહક તથા સપ્લાયર વચ્ચે દ્વિ-માર્ગી સંચારને સક્ષમ બનાવે છે. વધુમાં તેમણે શહેરીજનોને સ્માર્ટ મીટર અંગેની ગેરમાન્યતાઓથી દૂર રહી, પોતાની મિલકતો ખાતે સ્માર્ટ મીટર લગાવવા ખાસ અપીલ કરી છે.
રાજકોટમાં મેયરના બંગલે સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન, શહેરીજનોને સ્વીકારવા અપીલ
