અનેક વખત પરપ્રાંતીય કારીગરોએ કબાડાં કર્યા છે
સોની બજારમાં કેટલાંક શખ્સોએ બે-ત્રણ ડઝન મકાનો લઈને બંગાળીઓ-બાંગ્લાદેશીઓને ભાડે આપ્યા છે
- Advertisement -
બધાં પરપ્રાંતીઓના ઓળખના પુરાવા, ચકાસણી જરૂરી, નહીંતર આવી ઘટનાઓ બનતી જ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સોની બજારમાંથી ગઈકાલે અલ-કાયદાનાં ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ શહેરભરમાં દહેશત છે અને અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. સોની બજારમાં કામ કરતાં બંગાળી-બાંગ્લાદેશી કારીગરોને રૂમ ભાડે આપતાં મકાન માલિકોએ આ અંગે પૂરતી કાળજી લેવી જરૂરી છે. મકાન માલિકો આ વિષયે પર્યાપ્ત કાળજી રાખતા નથી.
તેમણે પરપ્રાંતીઓના ઓળખનાં પુરાવાઓ, ઓળખકાર્ડ વગેરે નિયમ પ્રમાણે મેળવીને પોલીસનાં નિયત નિયમ મુજબ જાણ કરવી જોઈએ. જો બધાં જ નિયમો પાળવામાં આવે તો આવા બનાવો રોકી શકાય તેમ છે.