ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા સબજેલના કેદીઓને તા.2જી ઓક્ટોબર ગાંધી જયંતીથી તા.31 ઓક્ટોબર સુધી એટલે કે, અહિંસાથી એકતા તરફ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ સુધી નિયમિત નવ ચેતના યોગ શિબિરના માધ્યમથી યોગાભ્યાસ કરી જેલના બંદીવાન કેદીઓને યોગથી તણાવ મુક્તિ તરફ આગળ વધ્યા છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા જેલ અધિક્ષક વાળા તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગકોચ અને યોગ ટ્રેનરોએ પૂરા ભાવથી યોગાભ્યાસ યોગ- આસન -ધ્યાન અને પ્રાણાયામ દ્વારા હકારાત્મક ઊર્જાનો સંચાર થયો છે. આ માટે જિલ્લા જેલના સ્ટાફે પણ પૂરો સહયોગ આપ્યો હતો.