યુનિવસિર્ટીને આવેદન પત્ર આપી ઘટતુ કરવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
પ્રથમ વર્ષના સેમેસ્ટર-11માં લેવાયેલી પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓને sec-english for competatre છે. તેના પેપરમાં નાપાસ કરવામાં આવેલા છે તથા વનસ્પિતિ શાસ્ત્રના મોટાભાગના વિદ્યાર્થીઓને સામાન માકસ તથા ઓછા માર્કસ આવેલ છે.
- Advertisement -
આ પરિણામથી વિદ્યાર્થીઓ અસંતુષ્ટ છે તેની ખાત્રી પાછળ જોડેલા કાગળ પર નામ, માર્કસ અને સહી કરેલી છે. પત્રના અનુસંધાને અમો SEC સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓના પરિણામમાં જઊઈ વિષયમાં વ્યાપક પ્રમાણમાં વિદ્યાર્થીઓને ફેલ થયેલ છે. જેમને ખૂબ જ ઓછા પ્રમાણમાં માર્ક આપવામાં આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓ વ્યાકુળ પરિસ્થિતિમાં મુકાયેલ છે તથા પરિણામથી ના ખુશ છે. આ બાબતે વિદ્યાર્થીઓએ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને એક આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.