માત્ર પાંચ ડિપાર્ટમેન્ટમાં જ હેડશિપ બાય રોટેશનના અમલનો વિવાદ વધુ ઘેરો બન્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી મહેશ રાજપૂતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને આયનો દર્શાવ્યો
- Advertisement -
કુલપતિએ જવાબ આપવો જોઈએ કે કેમ માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો અમલ કર્યો અને પ્રોબેશન પર રહેલા જૂનિયર પ્રોફેસરને ક્યા આધારે ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દીધાં?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ઉત્પલ જોશી, બીઓએમના સભ્યો, મહેકમના રંજન ખૂંટની મિલીભગતથી માત્ર પાંચ જ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવેલી હેડશિપ બાય રોટેશન નીતિના અમલનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સત્તાધીશો દ્વારા એમબીએ ભવનમાં મોસ્ટ સિનિયર પ્રોફેસર ડો. સંજય ભાયાણીની જગ્યાએ તેમનાથી જૂનિયર ગણાતા પ્રોફેસર હિતેશ શુક્લને, હોમસાયન્સ ભવનમાં પૂર્વ કુલપતિ નિલાંબરી દવેની જગ્યાએ ડો. હસમુખ જોશીને, હિન્દી ભવનમાં નિષ્ણાંત પ્રોફેસર ડો. બી.કે. ક્લાસવાની જગ્યાએ ડો. શૈલેષ મહેતાને, કમ્પ્યુટર સાયન્સ ભવનમાં તજજ્ઞ ડો. કુંભારાણાની જગ્યાએ ડો. અતુલ ગોસાઈને અને મનોવિજ્ઞાન ભવનમાં અનુભવી ડો. યોગેશ જોગસણની જગ્યાએ જેઓ હજુ પ્રોબેશન પર છે અને કાયમી નથી તેવા જૂનિયર પ્રોફેસર ડો. તરલિકા ઝાલાવાડીયાને મોસ્ટ સિનિયર પ્રોફેસર જાહેર કરી ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ઉત્પલ જોશીના આગમન બાદ મોટાભાગની કી પોસ્ટ પર સંઘ સાથે ઘરોબો ધરાવતા ઓપન કેટેગરીના લાગતાવળગતાઓને ગોઠવી દેવામાં આવ્યા હોવાનું પણ ચિત્ર ઉપસી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેવા મુખ્ય સત્તામંડળમાં જઈ, જઝ અને ઘઇઈના ઉમેદવારોને અન્યાય મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરીની આગેવાનીમાં કુલપતિ ઉત્પલ જોશીને રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીમાં પણ ઉપરોક્ત જ્ઞાતિઓને થતો અન્યાય દૂર કરવા માટેની માંગણી કરવામાં આવી હતી.
- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી મહેશ રાજપૂતે કુલપતિ ડો. ઉત્પલ જોશીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશીપ બાય રોટેશનના નિયમ મુજબ ભવનના અધ્યક્ષોને બદલવામાં આવ્યા. જેમાં જઈ, જઝ અને ઘઇઈના લોકોને રાખવામાં આવ્યા નથી. એક જઈ ઉમેદવાર હેડ હતા તો તેને પણ 5 વર્ષનું બહાનુ આપી અને દૂર કરવામાં આવ્યા અને પ્રોફેશન ઉપરના પ્રોફેસરને હેડ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત યુનિવર્સિટીમાં પ્રોફેસર, અધિકારીઓ અને કર્મચારીઓની ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને તેમાં જઈ, જઝ અને ઘઇઈની જગ્યા ખાલી હોવા છતાં પણ ભરતી કરવામાં આવી છે. મોટા પદ ઉપર અન્ય જ્ઞાતિઓને મૂકવામાં આવે છે. આ સાથે જ યુનિવર્સિટીના મુખ્ય સત્તા મંડળ ગણાતા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમીક કાઉન્સિલમાં ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાં નિમણૂક કરવામાં આવી નથી. જેથી, આ જ્ઞાતિઓને થતો અન્યાય દૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
મહેશ રાજપૂતે કુલપતિને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેડશીપ બાય રોટેશનનું અમલીકરણ કરવામાં આવ્યુ. જેમાં માત્ર 5 ભવનના અધ્યક્ષને બદલીને અન્યને ચાર્જ સોપવામાં આવ્યો. આ અમલીકરણ ખોટી રીતે કરવામાં આવ્યું અને ખાસ જ.ઈ., જ.ઝ. અને ઘઇઈ સમાજને અન્યાય થાય એવું પગલું આપના સ્થાનેથી ભરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશીપ બાય રોટેશન અને ઊઈ, અઈ અને ઇઘખમાં જ.ઈ., જ.ઝ. અને ઘઇઈ સમાજને અન્યાય થયો છે તે અંગે રજૂઆત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિ.ને હાઈકોર્ટની ફટકાર
BOM, એક્ઝિક્યુટિવ-એકેડમિક કાઉન્સિલમાં 31 ડિસેમ્બર સુધીમાં નિમણૂંકની કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત કોમન પબ્લિક યુનિવર્સિટીઝ એકટ-2023 અને સ્ટેચ્યુટસ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિકયુટિવ કાઉન્સીલ અને એકેડમિક કાઉન્સિલમાં નિમણૂંક નહીં કરાતા આ પ્રકરણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.નિદત બારોટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કેસ ફાઈલ કરી કાનુની કાર્યવાહીના મંડાણ કરાતા હાઈકોર્ટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફટકાર લગાવી તા.31 ડિસેમ્બર સુધીમાં એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂંકની કાર્યવાહી પુર્ણ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવીટ કરવામાં આવેલ હતું. હાલ રાજ્ય સરકાર દ્વારા કોમન સ્ટેચ્યુટ 2024 અસ્તિત્વમાં છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ સ્ટેચ્યુટ મુજબની કાર્યવાહી કરવાની રહે છે. આ સ્ટેચ્યુટ અને એકટ મુજબ જ કાર્યવાહી કરવાની રહે છે. આ સંજોગોમાં જયાં સુધી સુધારા ન થાય ત્યાં સુધી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિમણૂંક ન કરવા જણાવાયેલ હોય તે ઉચીત જણાતું ન હોવાનું ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નાયબ નિયામક ડો. ડી.આર. દરજી દ્વારા આ પ્રકરણમાં કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.
આ બાબતને ધ્યાનમાં લેતા ગુજરાત કોમન પબ્લિક યુનિ. એકટ 2023 અને જાહેર થયેલ સ્ટેચ્યુટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સીલની નિમણૂંક એ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રને લગતી હોય આ નિમણૂંકની કાર્યવાહી નિયમોને આધીન યુનિવર્સિટી કક્ષાએથી નિર્ણય લઈ કરવા તાકીદ કરવામાં આવી હતી તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ યુનિવર્સિટીને લપડાક મારતો આદેશ કરી એકેડેમીક કાઉન્સીલ અને બોર્ડ ઓફ મેનજમેન્ટમાં તા.31 ડિસેમ્બર સુધીમાં નિમણૂંકની પ્રક્રિયા પુર્ણ કરવા આદેશ આપેલ છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 6, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જે બંનેમાં 15-15 સભ્યોની નિમણૂક કરવાની બાકી હોવાનું ડો. બારોટે જણાવ્યું હતું.
મિત્રની પત્નીને હેડ બનાવવા દલિત પ્રોફેસરને હટાવાયા?
કુલપતિ ઉત્પલ જોશીએ બીઓએમના સભ્યો અને મહેકમના રંજન ખૂંટ સાથે મળી તમામ નીતિ-નિયમની ઐસીતૈસી કરી મિત્રના પત્નીને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ બનાવવા દલિત પ્રોફેસરને હટાવતા આ આખોય વિવાદ થયો હોવાનું ચર્ચાય છે. કુલપતિ ઉત્પલ જોશી સાથે ફિઝિક્સના અભ્યાસમાં રૈયાણી સાથે હતા. બન્ને મિત્રો છે. પ્રોફેસર રૈયાણીના પત્ની ડો. તરલિકા ઝાલાવાડિયા હાલ પ્રોબેશન પર છે. આમ છતાં મિત્રતા માટે કુલપતિ ઉત્પલ જોશી દ્વારા ડો. તરલિકા ઝાલાવાડિયાને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ બનાવવા તમામ નીતિ-નિયમો નેવે મૂકી મોસ્ટ સિનિયર પ્રોફેસર જાહેર કરી ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેવામાં આવ્યા છે એવી ચર્ચાઓ ચાલી રહી છે.
આ અંગે મહેશ રાજપૂત દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ, 2023 અને કોમન સ્ટેચ્યુટ્સ, 2024નો મુખ્ય હેતુ દરેક યુનિવર્સિટીમાં એકસરખું માળખું જળવાય છે જયારે આપની કક્ષાએ આ માળખામાં ફેરફાર કરવામાં આવ્યો. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી ઍક્ટ, 2023, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ રાજ્યપાલની સંમતિ બાદ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયો હતો. આ અધિનિયમ મુજબ હેડશિપ બાય રોટેશન સહિતની જોગવાઈઓ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા નિર્ધારિત તારીખથી અમલમાં આવી શકે છે. કોઈપણ નવો નિયમ આવે તે તારીખથી લાગૂ કરી શકાય પહેલાની તારીખથી નહીં. (ભારત સરકાર દ્વારા સહકારી મંડળીઓના ડાયરેકર માટે કઈ તારીખ ગણવી તેના માટે માર્ગદર્શન માટેનું ગેઝેટ સામેલ છે) સ્ટેચ્યુટ્સ અનુક્રમણિકા (163) વરિષ્ઠના માપદંડ (seniority Criteria)નો અર્થ છે કે, વરિષ્ઠતા (seniority) કાયમી નિમણૂકની તારીખના આધારે રહેશે.
કાયમી નિમણૂક જે ક્રમમાં કરવામાં આવે છે તે વરિષ્ઠતા નક્કી કરે છે. તો અહીં પ્રશ્ર્ન એ છે કે મનોવિજ્ઞાન વિષયમાં સિનીયર મોસ્ટ પ્રોફેસરને જૂનિયર ગણીને જેઓ હજુ પ્રોબેશન સમય પર છે, તેમને ભવનના વડાનો ચાર્જ કઈ રીતે આપવામાં આવ્યો? મનોવિજ્ઞાન ભવનના પૂર્વ વડા દલિત હોય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું પ્રતિત થાય છે. પ્રોબેશન સમયગાળાના અંતે પ્રોફેસરના કાર્યનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકન માટે એક ખાસ સમીક્ષા સમિતિ ઊઈ અને ઇઘખ હોય છે. આપે ઊઈ અને ઇઘખની ભલામણ વગર એક વર્ષ પૂર્ણ થયા પહેલા તેમને 5 વર્ષ માટે હેડ બનાવી સ્ટેચ્યુટનો ભંગ કર્યો છે.
મોટાભાગની યુનિવર્સિટીઓએ નવા નિયમનો અમલ સીધા સિનિયર મોસ્ટ શિક્ષકને વિભાગના વડા તરીકે નિયુક્ત કરીને કર્યો એટલે કે જ્યારે નવો કાયદો અમલમાં આવ્યો ત્યારે જે વ્યક્તિ સિનિયોરિટી લિસ્ટમાં પ્રથમ ક્રમે હતો, તેને વડા બનાવવામાં આવ્યા. (ઓર્ડરની કોપી જોડેલી છે) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ બાબતમાં અલગ વલણ અપનાવ્યું. તેમણે હેડશિપ બાય રોટેશનનો અમલ કરતી વખતે માત્ર નવા નિયમ લાગુ થયા પછીની સિનિયોરિટી જ નહીં પરંતુ, ભૂતકાળમાં જે શિક્ષકોએ વડા તરીકે સેવા આપી હતી તે વર્ષોને પણ ધ્યાનમાં લીધા. આ કારણે સિનિયોરિટી લિસ્ટમાં જે વ્યક્તિ બીજા ક્રમે હતો તેને સિનિયર મોસ્ટ ગણીને પ્રથમ હેડશિપ સોંપવામાં આવી, કારણ કે સિનિયર મોસ્ટ વ્યક્તિએ અગાઉના વર્ષોમાં હેડ તરીકે સેવા આપી હતી.