પીઆઈ ઈલાબેન સવાલિયા દ્વારા સમગ્ર આયોજન: 3000 મહિલાઓ ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પો.કમી.સા.શ્રાજુ ભાર્ગવ તથા અધિક પો.કમી.વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક પૂજા યાદવ તથા મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર.એસ.બારીઆ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા તથા પૂર્વ વિભાગ શી ટીમના પલ્લવીબેન બાબુલાલ,ધારાબેન હરેશભાઈ,મીનાક્ષીબેન ડાયાભાઈ તથા દક્ષિણ વિભાગ શી ટીમના સંગીતાબેન ધીરુભાઈ,કાજલબેન વલ્લભભાઈ,ધારાબેન પંકજભાઈ,શિલ્પાબેન મનજીભાઈ નાઓ સાથે બાપા સીતારામ ચોક મવડી રોડ ખાતે આગામી સમયમાં સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુળ કાગદડી ગામ મોરબી રોડ રાજકોટ ખાતે બનવા જઈ રહેલ હોય
તે નિમિત્તે સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુમાતાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહિલા જાગૃતી કાર્યક્રમનું આયોજન કરેલ હોય જેમાં 3000 મહિલાઓ ઉપસ્થિત રહેલ હોય તેઓને મહિલા જાગૃતી માટે મહિલા સુરક્ષા, મહિલા સશક્તિરણ, શી ટીમ તેમજ સાયબર ક્રાઇમની જાણકારી આપેલ.