કેટલી સુંદર વ્યવસ્થાઓ છે સનાતન ધર્મની. કુલ શ્રાદ્ધ 16 હોય છે. હવે આ 16 ક્યાંથી આવ્યા? તો આપણું હિંદુ કેલેન્ડર ચંદ્ર આધારિત છે, જેમાં એક મહિનાને બે પક્ષમાં વહેંચેલો છે જેમાં અંધારિયો પક્ષ (વદ – કૃષ્ણ) અને અજવાળીયો પક્ષ ( સુદ – શુક્લ ) આ બંને પક્ષના દિવસોનુ નમ્બરિંગ કરવામાં આવે તો એકમ, બીજ, ત્રીજ… એમ ચૌદશ સુધી હોય છે. જયારે બન્ને પક્ષઓનો અંતિમ દિવસ એક પૂનમ અને બીજો અમાસ.
બંને પક્ષઓમાં એકમથી ચૌદશનાં દિવસોને સરખી રીતે જ બોલવામાં આવે છે, ફક્ત આગળ સુદ કે વદ લગાડવામાં આવે. જેમ કે અજવાળીયા પક્ષનો આઠમો દિવસ હોય તો સુદ – આઠમ ( 8 ) અને અંધારિયા પક્ષની હોય તો વદ – આઠમ ( 8 ).
મતલબ આપણા પૂર્વજોનું મૃત્યુ કોઈના કોઈ તિથિનાં રોજ જ થયું હોય ( સુદમાં થયું કે વદમાં તેં ધ્યાને ન લેવું ) તો હવે ટોટલ તિથિઓ ગણો એકમથી ચૌદશસુધીના 14 દિવસો, પૂનમ અને અમાસ. આમ કુલ દિવસો થયા 14+01+01= 16. શાસ્ત્રો અનુસાર શ્રાદ્વ પક્ષ દરમિયાન મૃતક પૂર્વજો પૃથ્વી પર વિચરણ કરતા હોય છે. માટે જે તિથિએ મૃત્યુ થયું હોય તેં દિવસે લોકોને જમાડીને તેમને રાજી ખુશીથી વિદાય આપવાની હોય છે. આ દિવસોમાં કોઈ સારુ કાર્ય કે ઉદ્ઘાટન કરાતું નથી અને આ દિવસો પુરા થાય એટલે નવરાત્રી શરુ થાય માટે કહેવાય કે 16 શ્રાદ્વ + નવ નોરતા અને 20 દિવસ બાદ દિવાળી. આમ તમારી આજુ બાજુ રહેતા લોકો દ્વારા આ 16 દિવસ દરમિયાન તમને જમવા બોલાવ્યા હશે અને તમે પણ તમારા પિતૃઓની પૂજા અર્ચના કરી જ હશે. પણ આમાં પણ આપણી વ્યવસ્થા કેટલી સુંદર છે. જો તમે અગાઉનાં 15 દિવસ દરમિયાન પૂર્વજોની તિથિનાં દિવસે વિધિ ન કરી શક્યા હોવ, તો આજનાં દિવસે ( સર્વ પિતૃ અમાસ ) પણ તમે વિધિ કરી શકો. કેટલું મસ્ત વિચાર કરો કોઈ જ જડતા નહીં. તમને વિકલ્પ પણ આપે.
- Advertisement -
આપણે માનીએ કે ન માનીએ પણ આપણા જીવન પર પૂર્વજોનો પ્રભાવ રહેતો જ હોય છે. માટે જ આ 16 દિવસ દરમિયાન આપણે પૂર્વજોને યાદ કરવાના હોય છે. આપણે આપણા વારસાને સમજી શકીએ અને ભવિષ્યનો રસ્તો બનાવી શકીએ. જે લોકો પોતાના પૂર્વજો વિશે જાણતા નથી હોતા એવા લોકોમાં ક્ધફ્યુઝનનુ પ્રમાણ વધુ જોવા મળે છે. આઈડીન્ટીટી ક્રાઇસીસ વ્યક્તિને આક્રમક અને વિકૃત બનાવે છે. ભારતમાં ધરમાંતરિત થયેલા લોકોમાં જોવા મળશે.
નોટ: મૂળ સાથે જોડાયેલા રહો, મૂળિયાં વગર આજ નહીં તો કાલે સુકાઈ જ જશો.