ઈન્દ્રનીલે પક્ષને હંમેશા પોતાની જાગીર જ ગણ્યો છે
પાર્ટી જાય ખાળમાં, ઈન્દ્રનીલનું તંત્ર સમાંતર પાર્ટીની જેમ ચાલે છે, પાર્ટીની નીતિઓ, પાર્ટી લાઈન સાથે તેમને કશી જ લેવાદેવા નથી
- Advertisement -
ઈન્દ્રનીલ રાજગુરુ પાસે અખૂટ સંપત્તિ છે પરંતુ એ જાહોજલાલીને પચાવવાનું જ્ઞાન નથી: તેઓ માને છે કે, પાર્ટી ગૌણ છે- પૈસો જ સર્વસ્વ છે!
આમ આદમી પાર્ટીમાં પણ તેઓ પૈસાનાં જોરે ઈખ પદનો ચહેરો બનવા માંગતા હતાં, તેમનું રાજકીય કદ એટલું વામણું છે કે, ધારાસભ્યપદ પણ તેમનાં માટે લોટરી જ ગણાય!
‘આપ’માં તેમણે 16 ટિકિટ માંગી-એ વાસ્તવિકતા જ સ્પષ્ટ કરે છે કે તેઓ દબાણ અને જોહુકમીની રાજનીતિમાં માને છે
- Advertisement -
આમ આદમી પાર્ટીમાં પગ મૂક્યાવેંત જ તેઓ 16 ટિકિટની અને ઈખ પદની માંગણી કેવી રીતે કરી શકે? ઈન્દ્રનીલે પોતાની જાતને હંમેશા ઓવરરેટ કરી છે