અન્ય મહિલાઓની બુક સીટ જાણી શકાશે
એરલાઈન કંપની ઈન્ડિગોએ મહિલા મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઓફર કરી છે. આ અંતર્ગત સીટ બુક કરાવતી મહિલાઓ પ્રથમ વેબ ચેક-ઈન સમયે અન્ય મહિલા મુસાફરો માટે જાણી શકશે. જેનાથી તેમના માટે મહિલાની બાજુમાં સીટ બુક કરવામાં સરળતા રહેશે.
- Advertisement -
એરલાઈને બુધવારે કહ્યું કે માર્કેટ રિસર્ચના આધારે મહિલાઓની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે.
વેબ ચેક-ઈન કરવાથી તમને આ લાભ મળશે
ઈન્ડિગોએ કહ્યું છે કે, દરેક મહિલાને આ સુવિધાનો લાભ મળશે, પછી ભલે તે એકલી મુસાફરી કરતી હોય કે તેના પરિવાર સાથે બુકિંગ કરતી હોય. જો કે, આ સુવિધા ફકત તે મહિલા મુસાફરોને જ મળશે જેઓ વેબ ચેક-ઈન કરશે.