ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા બની છે. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર ભારત દેશ અને વિદેશમાં ક્રિકેટ ચાહકોએ તેની ઉજવણી કરી હતી. રાજકોટના વિવિધ માર્ગો પર બહોળી સંખ્યામાં લોકો ભારતના વિજયને આવકારવા શહેરના વિવિધ માર્ગો પર નીકળ્યા હતા. રાજકોટના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ રોડ, કિસાનપરા ચોક, રેસકોર્સ રિંગ રોડ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ સહિતના અન્ય ઘણા વિસ્તારો પર લોકોએ ભારતની જીતને ફટાકડા ફોડી વધાવી હતી.
ભારતની જીત દુબઈમાં અને જયઘોષનો નાદ રાજકોટમાં, શહેરમાં ચક્કાજામ-ફટાકડાંની આતશબાજી

Follow US
Find US on Social Medias