પશ્ર્ચિમી દેશોનાં રશીયા પર પ્રતિબંધો છે ત્યારે આર્થિક પાસાને મજબૂત બનાવવા બન્ને દેશો વચ્ચે સધાઈ સહમતી
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ર્ચિમી દેશોના રશીયા પર વિભિન્ન પ્રતિબંધો દરમ્યાન ભારત અને રશીયા બન્ને દેશો રૂપે અને મીર કાર્ડનાં ઉપયોગથી સ્મુધ પેમેન્ટની સંભાવના પર કામ કરવાની દિશામાં છે જેથી ભારત અને રશીયા એકબીજાનાં દેશમાં રૂપે અને મીર કાર્ડનો સ્વીકાર કરીને આર્થિક પાસાને વધુ મજબુત બનાવી શકે. ખરેખર તો મોસ્કો પર પશ્ચીમ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધો બાદ બન્ને દેશો પરસ્પર કરવામાં આવતા પેમેન્ટને સરળ બનાવવા માટે આ બારામાં વિચાર કરી રહ્યા છે. હાલ ભારત દ્વારા વિદેશોમાં અને વિદેશથી ભારતમાં પેમેન્ટ ‘સ્વીફટ’નેટવર્કનાં માધ્યમથી થાય છે. હાલમાં જ વ્યાપાર, આર્થિક, વૈજ્ઞાનિક, ટેકનીકલ અને સાંસ્કૃતિક સહયોગ (આઈઆરઆઈજીસી-ટીઈસી) પર ઉચ્ચ સ્તરીય સરકારી આયોગની બેઠકમાં આ કાર્ડોની સ્વીકૃતિ માટે ચર્ચા કરાઈ હતી.
સુત્રોએ જણાવ્યું હતું આ સિવાય સીમા પાર પેમેન્ટ માટે બેન્ક ઓફ રશીયાની નાણાકીય સંદેશ પ્રણાલી સર્વીસ બ્યૂરો ઓફ ફાયનાન્સીયલ મેસેજીંગ સીસ્ટમની સ્વીકાર્યતા પર પણ સહમતી બની છે.