ફેબ્રુઆરી, ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા તે પછી ભારત રશિયન ક્રૂડનો બીજો સૌથી મોટો ખરીદનાર
રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત નવેમ્બરમાં ઘટીને જૂન 2022 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. આ માહિતી યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટયૂટના માસિક રિપોર્ટમાંથી મળી છે. જો કે, આ હોવા છતાં, રશિયા હજુ પણ ભારત માટે ક્રૂડ તેલનો સૌથી મોટો સ્ત્રોત છે.
- Advertisement -
ફેબ્રુઆરી, ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ ભારત રશિયન ક્રૂડ ઓઈલનો બીજો સૌથી મોટો ખરીદનાર બન્યો હતો. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી એક ટકાથી ઓછી હતી, જે વધીને ૪૦ ટકા થઈ ગઈ છે. આ વધારો મુખ્યત્વે એટલા માટે હતો કારણ કે રશિયન ક્રૂડ ઓઈલ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હતું. પ્રાઇસ કેપ અને યુરોપિયન દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું ટાળતા હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ અન્ય ક્રૂડ ઓઈલ કરતાં ઓછા ભાવે ઉપલબ્ધ હતું.
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાત નવેમ્બરમાં ૫૫ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. જૂન ૨૦૨૨ પછીનો આ સૌથી ઓછો આંકડો છે. જોકે, રશિયા હજુ પણ ભારતને સૌથી વધુ ક્રૂડ ઓઈલ સપ્લાયર છે. રશિયા પછી ઈરાક અને સાઉદી અરેબિયાનો નંબર આવે છે.