આ રોકેટથી 3 ક્યુબ સેટેલાઇટ્સ અને 50 પીઆઇસીઓ સેટેલાઇટ લોન્ચ કરાયા: રિયુઝેબલ રોકેટથી લોન્ચીંગ ખર્ચ ઘટી જશે
રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટને ચેન્નાઇના થિરુવિદાનધઇમાં મોબાઇલ લોન્ચની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટે 3 ક્યુબ સેટેલાઇટ્સ અને 50 પીઆઇસીઓ સેટેલાઇટ્સને સફળતાપૂર્વક સબ-ઓર્બિટલ સફળતાપૂર્વક સબ-ઓર્બિટલ ટ્રેજેક્ટરીમાં સ્થાપિત કર્યું હતું.
- Advertisement -
અંતરિક્ષના ક્ષેત્રમાં ફરી એકવાર ભારતે કમાલ કરી દેખાડી છે. ખરેખર તો ભારત પોતાનું પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ રોકેટને આરએચયુએમઆઇ નામ આપવામાં આવ્યું છે અને તેને તમિલનાડુ સ્થિત સ્ટાર્ટ અપ કંપની સ્પેસ ઝોન ઇન્ડિયા અને માર્ટીન ગ્રુપે મળીને વિકસિત કર્યું છે.
રોકેટ લોન્ચનો ખર્ચ ઘટશે
આ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેડમાં સીઓટુ ટ્રિગર પેરાશૂટ સિસ્ટમ લાગી છે. તેની મદદથી રોકેટના વિભિન્ન કમ્પોનેટ સુરક્ષિત સમુદ્ર પર પરત લેન્ડીંગ કરી શેક છે. આથી અંતરિક્ષ લોન્ચનો ખર્ચ ઘટી જશે. અંતરિક્ષ ક્ષેત્ર ઉપરાંત આ હાઇબ્રિડ રોકેટથી કૃષિ, પર્યાવરણ દેખરેખ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા કામોમાં પણ મદદ મળશે.
આ રોકેડની અંદર ફ્રેમ કાર્બન ફાઇબર, ગ્લાસ ફાઇબરથી બની છે. સાથે સાથે તેમાં પાઇરો ટેકનિકથી વિકસિત પેરાશૂટ પણ લાગુલે છે. રોકેટની સાથે અંતરિક્ષમાં મોકલાયેલ ત્રણ ક્યુબ સેટેલાઇટ્સ વાતાવરણીય સ્થિતિઓ જેમણે કોસ્મિક રેડિયેશન, યુવી રેડિયેશન અને વાયુની ગુણવત્તાની સમીક્ષા કરી શકશે. તામિલનાડુના સીએમ સ્ટાલીન અને વડાપ્રધાન મોદીએ સ્પેસ ઝોન કંપનીના સીઇઓ આનંદ મેગાલિંગમને આ પ્રોજ્કેટમાં મદદ માટે ધન્યવાદ કહ્યું છે.