તુર્કી ભૂકંપમાં કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાના કામમાં લાગેલી ભારતીય બચાવ ટુકડીને એક મોટી સફળતા હાથ લાગી છે.
19000થી વધુ લોકોનો ભોગ લેનાર વિનાશકારી ભૂકંપ બાદ તુર્કીમાં રાહત-બચાવ મિશન પૂરજોરમાં ચાલી રહ્યું છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતે પણ રાહત બચાવ માટે તુર્કીમાં NDRF ટીમ મોકલી છે અને ટીમે ત્યાં જઈને તેનું કામ શરુ કરી દીધું છે અને તેને પહેલી મોટી સફળતા હાંસલ થઈ છે.
- Advertisement -
કાટમાળમાંથી જીવતી કાઢી 6 વર્ષની બાળકીને
ટીમ IND-11 એગાઝિયાન્ટેપ શહેરના બેરેનમાં કાટમાળમાં લોકોને શોધી રહી હતી. આ દરમિયાન તેમને કાટમાળના ઢગલામાં એક બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો. સાંભળીને તાબડતોબ ટીમના સભ્યોએ ત્યાંથી કાટમાળ હટાવવાનો શરુ કર્યું હતું તેમની નવાઈ વચ્ચે એક બાળકી જીવતી મળી આવી હતી. ટીમના સભ્યોએ તેને ચાદરમાં લપેટીને બહાર કાઢી હતી અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, આ રીતે તેનો જીવ બચી ગયો હતો.
Standing with Türkiye in this natural calamity. India’s @NDRFHQ is carrying out rescue and relief operations at ground zero.
Team IND-11 successfully retrieved a 6 years old girl from Nurdagi, Gaziantep today. #OperationDost pic.twitter.com/Mf2ODywxEa
- Advertisement -
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) February 9, 2023
ગર્વ છે, અમિત શાહે વીડિયો શેર કરતાં વધાવી એનડીઆરએફ ટીમને
ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વિટ કરીને બચાવનો વીડિયો શેર કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘અમારા એનડીઆરએફ પર ગર્વ છે.
Proud of our NDRF.
In the rescue operations in Türkiye, Team IND-11 saved the life of a six-year-old girl, Beren, in Gaziantep city.
Under the guidance of PM @narendramodi, we are committed to making @NDRFHQ the world’s leading disaster response force. #OperationDost pic.twitter.com/NfvGZB24uK
— Amit Shah (@AmitShah) February 9, 2023
તુર્કીની મહિલાએ ભારતીય મહિલા આર્મી ઓફિસરને કરી કીસ
તુર્કીમાંથી બીજી પણ એક સુંદર તસવીર સામે આવી છે જેમાં પોતાની બચાવનાર ભારતીય મહિલા આર્મી ઓફિસરને તુર્કીની એક મહિલા કીસ કરી રહેલી દેખાય છે. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
19 હજારથી વધુ લોકોના મોત
તુર્કી અને સીરિયામાં આવેલા ભીષણ ભૂકંપના કારણે 19 હજારથી વધુ લોકોના મોત થયા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા છે. સંકટની આ ઘડીમાં ભારત સરકારે તુર્કીને મદદનો હાથ લંબાવ્યો છે. ઓપરેશન દોસ્ત હેઠળ ભારતમાંથી રેસ્ક્યૂ ટીમ મોકલવામાં આવી છે. ભારતમાંથી તુર્કોને તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે.
We Care.#IndianArmy#Türkiye pic.twitter.com/WoV3NhOYap
— ADG PI – INDIAN ARMY (@adgpi) February 9, 2023
ભારતીય સેનાએ હોસ્પિટલ બનાવી
ભારતીય સેનાએ તુર્કીના હેતે શહેરમાં આર્મી ફિલ્ડ હોસ્પિટલ પણ ઉભી કરી છે, જેથી ભૂકંપના મૃતકોની મદદ કરી શકાય. અહીં ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. સાથે જ વિદેશ રાજ્યમંત્રીએ પણ કહ્યું કે, ભારત તુર્કીના લોકોની દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છે.