આજના લોકોનો મંત્ર – આરોગ્ય – શિક્ષણની ઐસીતૈસી, ખાઈ-પી મોજ કરો!
શહેર કરતાં ગામડાનાં લોકો વધુ અનાજ ખાય છે : બાળકોમાં જાડાપણાનું પ્રમાણ વધ્યું : અન્ન કરતાં ડબ્બાબંધ ખોરાક વધુ પસંદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દુનિયામાં પેકેજડ ખાદ્ય પદાર્થોની માંગ વધી છે. કેલેરીથી ભરેલ ચિપ્સ, જયુસ અને સોફટ ડ્રીંકસનો પ્રયોગ ભારતમાં વધુ થઈ રહ્યો છે. ઘરેલુ ગ્રાહક વ્યય સર્વેક્ષણના અનુસાર ભારતીય પરિવાર શિક્ષણના બદલે જંક ફૂડ પર વધુ ખર્ચ કરી રહ્યા છે. આ સ્થિતિ શહેરની સાથે સાથે ગામડામાં પણ વધી છે. યુનિસેફે હાલમાં જ એક રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે દુનિયાની સ્કુલોમાં જાડા બાળકોની સંખ્યા ઓછા વજનવાળા બાળકોથી વધુ છે. રજુ છે આ મામલે રિપોર્ટ.
અનાજથી વધુ ડબ્બાબંધ ખોરાક પસંદ: સરેરાશ માસિક દર વ્યક્તિએ ખર્ચ 2023-24ના અનુસાર ભારતીય શહેરોમાં અનાજ પર સરેરાશ ખર્ચ 4 ટકા અને ગામડામાં 5-4 ટકા છે, પરંતુ બંધ પેકેટ આહાર પર ખર્ચનો દર 10 અને 11 ટકા છે.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયના વધુ વજન અને જાડાપણાથી ગ્રસ્ત બાળકોની વ્યાપકતા 2005-06માં 1.5 ટકાથી વધીને 2019-21માં 3.4 ટકા થઈ ગઈ. કિશોરીઓમાં 2.4 ટકાથી વધીને 5.4 ટકા અને કિશોરોમાં 1.7 ટકાથી વધીને 6.6 ટકા થઈ ગઈ. 2030 સુધીમાં ભારતમાં 2.7 કરોડથી વધુ જાડા બાળકો થવાની સંભાવના છે.
બે દાયકામાં વધ્યો જાડાપણાનો દર: યુનિસેફના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં 2022 સુધીમાં 5-19 વર્ષની વયના ઓછા વજનવાળા બાળકોની વ્યાપકતા 13 ટકાથી ઘટીને 9.2 ટકા થઈ ગઈ. જાડાપણાનો દર 3 ટકાથી વધીને 9.4 ટકા થઈ ગયો.આ ડાયાબીટીસ હૃદયરોગ અને કેન્સરનું કારણ બની શકે છે.
જંકફૂડનું સેવન વધ્યું: આર્થિક સર્વેક્ષણ 2024-25 અનુસાર, ભારતમાં બિસ્કૂટ, ચિપ્સ, જયુસ અને સોફટ ડ્રીંક જેવા ખાદ્ય પદાર્થોનો વપરાશ વધી ગયો છે. આ 2006માં 90 કરોડ ડોલરથી વધીને 2019માં 38 અબજ ડોલરે થઈ ગયો હતો. જંક ફૂડના સેવનથી શારીરિક અને માનસીક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.
પરિવર્તનનો પ્રયાસ ચાલુ: ભારતે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને ઈટ રાઈટ ઈન્ડિયા જેવા અભિયાનો શરૂ કર્યા છે. વડાપ્રધાન મોદીએ પરિવારોને ખોરાક પકાવવાના તેલના સેવનમાં 10 ટકાનો કપાત મુકવા આગ્રહ કર્યો હતો. હાલમાં જીએસટીમાં ફેરફાર બાદ મીઠાં પીણાં પર કર 28 ટકાથી વધારીને 40 ટકા કરી દેવાયો છે.