ભારત સહિત એશિયાના દેશોમાં ક્રિકેટ લોકપ્રિય રમતમાંની એક છે. આપણા દેશમાં તો ક્રિકેટને ધર્મ અને ક્રિકેટરોને ભગવાન જેટલો જ દરજ્જો અપાય છે. ત્યારે ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર ફિક્સિંગનુ ભૂત ધૂણ્યુ છે. જેમાં ભારતીય ક્રિકેટરો પર લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં મેચ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બે ભારીતય ક્રિકેટરો પર ફિક્સિંગનો આરોપ લાગતા ખળભળાટ
બે ભારતીય ક્રિકેટરો પર મેચ ફિક્સિંગનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. શ્રીલંકાની કોર્ટે બે ભારતીય ક્રિકેટરોને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ બંને ભારતીય ક્રિકેટરો પર લિજેન્ડ્સ ક્રિકેટ લીગ માં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બે ભારતીય ક્રિકેટર્સના નામ યોની પટેલ અને પી. આકાશ છે. આ બંને ક્રિકેટરો પર રાજસ્થાન કિંગ્સ અને ન્યૂયોર્ક સુપર સ્ટ્રાઈકર્સની મેચ ફિક્સ કરવાનો આરોપ છે.
- Advertisement -
બંને ક્રિકેટરો પરવાનગી વગર શ્રીલંકા છોડી શક્શે નહીં
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યોની પટેલ અને પી. આકાશે 8 માર્ચ અને 19 માર્ચે રમાયેલી મેચમાં ફિક્સિંગ કર્યું હતું. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઈ હતી. જોકે, આ આરોપ બાદ યોની પટેલ અને પી. આકાશ મેજિસ્ટ્રેટ કોર્ટની પરવાનગી વગર શ્રીલંકા છોડી શક્શે નહીં. તેમજ શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સંબંધિત કાયદાઓને કારણે, બંનેની મુશ્કેલીઓ વધવાની શક્યતા વધુ છે.
શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સંબંધિત કાયદા કડક છે
- Advertisement -
નોંધનીય છે કે શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સંબંધિત કાયદા કડક છે. શ્રીલંકાના કાયદામાં મેચ ફિક્સિંગને ફોજદારી કાયદા હેઠળ રાખવામાં આવ્યું છે. જો કોઈ શ્રીલંકામાં મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થાય છે, તો તેને 10 વર્ષની જેલ અથવા દંડ થઈ શકે છે. ઉપરાંત, 10 વર્ષની કેદ અથવા દંડ બંને શક્ય છે. જો કે, લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અથવા ICC સાથે કોઈ સત્તાવાર કનેક્શન નથી. પરંતુ ભારત સહિત ઘણા દેશોના મોટા ખેલાડીઓ આ લીગમાં રમે છે.




