આંદામાનના દરિયામાં એક માછીમારી બોટમાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સનો મોટો જથ્થો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ઝડપી પાડ્યો છે
ભારતીય કોસ્ટ ગાર્ડે મોટી સફળતા હાંસલ કરી છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડે અંડામાનના પાણીમાં એક માછીમારી બોટમાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ કન્સાઈનમેન્ટ હોવાની શક્યતા છે.
- Advertisement -
બાતમીના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે.
મહત્વનું છે કે હજુ 10 દિવસ પહેલા જ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હતી. આ ડ્રગ્સ દિલ્હી NCB, ગુજરાત NCB, કોસ્ટ ગાર્ડ, અને નેવીની મદદથી ઝડપાયું હતું.