ખાસ-ખબર ન્યૂઝ ધર્મશાલા, તા.15
ભારતે ઝ20 સિરીઝના ત્રીજા મુકાબલામાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું. ટીમે 118 રનનો ટાર્ગેટ 15.5 ઓવરમાં 3 વિકેટે ચેઝ કરી લીધો.શિવમ દુબેએ સતત બે બોલ પર છગ્ગો અને ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. શિવમ દુબે 10 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે તિલક વર્માએ પણ અણનમ 26 રન બનાવ્યા. ટોપ ઓર્ડરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12, અભિષેક શર્માએ 35 અને શુભમન ગિલે 28 રન બનાવ્યા.
અગાઉ, ધર્મશાલા સ્ટેડિયમમાં રવિવારે સાંજે ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકી ટીમ 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટીમે માત્ર 7 રન પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ક્વિન્ટન ડી કોક (1), રીઝા હેન્ડ્રિક્સ (0) અને ડેવાલ્ડ બ્રેવિસ (2) રન બનાવીને આઉટ થયા.
તેવામાં એડન માર્કરમે (61 રન) એક છેડેથી ઇનિંગ્સ સંભાળી, જ્યારે બીજા છેડેથી વિકેટો પડતી રહી. માર્કરમે 61 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સ રમી, તેના સિવાય ડોનોવન ફરેરાએ 20 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી, જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી.
જવાબી ઇનિંગ્સમાં ભારતીય ઓપનર્સે વિસ્ફોટક શરૂઆત અપાવી. અભિષેક-ગિલની જોડીએ 31 બોલમાં 68 રનની ભાગીદારી કરી. અભિષેક શર્મા (18 બોલમાં 35 રન)ના આઉટ થયા બાદ તિલક વર્માએ ટીમને જીત સુધી પહોંચાડી.
- Advertisement -
હાર્દિક 1000+ રન અને 100+ વિકેટ લેનાર પ્રથમ ભારતીય
હાર્દિક પંડ્યા ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1000થી વધુ રન અને 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. તેણે આ સિદ્ધિ 1939 રન અને 100 વિકેટ સાથે હાંસલ કરી. હાર્દિક પહેલાં માત્ર વિદેશી ઓલરાઉન્ડરો સામેલ હતા, જેમાં શાકિબ અલ હસન, મોહમ્મદ નબી અને સિકંદર રઝા જેવા સ્પિન ઓલરાઉન્ડરો છે. હાર્દિક આ રેકોર્ડમાં સામેલ થનાર પ્રથમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પણ છે, જેનાથી તેની આ સિદ્ધિ વધુ ખાસ બની જાય છે. સાથે જ પંડ્યા ટી-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો.
અભિષેક શર્મા ઝ20ઈં માં પહેલા બોલે 3 વખત છગ્ગો મારનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો
- Advertisement -
ભારતીય યુવા ઓપનર અભિષેક શર્મા એ ઝ20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. તે પોતાની બેટિંગની ઇનિંગ્સના પ્રથમ બોલ પર ત્રણ વખત છગ્ગો મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ધર્મશાલાના ઇંઙઈઅ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ઝ20ઈં મેચમાં, અભિષેકે લુંગી એનગિડી દ્વારા ફેંકવામાં આવેલ ભારતીય ઇનિંગ્સના પ્રથમ બોલનો સામનો કર્યો અને છગ્ગો ફટકારીને પોતાનો અને ભારતનો ખાતું ખોલાવ્યો. વર્ષ 2025 માં, આ ત્રીજી વખત છે જ્યારે અભિષેકે ઇનિંગ્સના પ્રથમ બોલ પર છગ્ગો ફટકારીને ભારતની ઇનિંગ્સની શરૂઆત કરી છે. તેણે પ્રથમ વખત 10 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ભારત-ઞઅઊ એશિયા કપ મેચ દરમિયાન છગ્ગા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બીજી વખત તેણે 21 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન એશિયા કપ સુપર ફોર મેચ દરમિયાન શાહીન શાહ આફ્રિદીના પહેલા બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો હતો. આ પરાક્રમ સાથે, અભિષેક શર્માએ રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન જેવા ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે, જેમણે આ સિદ્ધિ એક-એક વાર હાંસલ કરી છે, જ્યારે અભિષેક ત્રણ વખત આ કામ કરી ચૂક્યો છે.



