ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય શાળા શિક્ષણ મંત્રીઓની પરિષદના બીજા દિવસે ઉદ્ઘાટન સંબોધન કર્યુ
આપણા શિક્ષણ અને કૌશલ્યની ઇકોસિસ્ટમને મજબૂત કરવા ટેકનોલોજીનો લાભ લો : ધર્મેન્દ્ર પ્રધાન
- Advertisement -
શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પ્રયોગશાળા હશે, વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હશે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે રાષ્ટ્રીય શાળા શિક્ષણ મંત્રી પરિષદના બીજા દિવસે ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ રાજ્ય પ્રધાનો, રાજ્ય સરકારોના શિક્ષણ પ્રધાનો નવી રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક વિકસાવવા માટેની સંચાલન સમિતિના અધ્યક્ષ કે કસ્તુરીરંગન અને શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓએ આ પરિષદમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે પ્રધાને જણાવ્યું હતું કે શાળા શિક્ષણ એ જ્ઞાન આધારિત સમાજનો પાયો છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ) એક જ્ઞાન દસ્તાવેજ છે જેનો ઉદ્દેશ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા અને દરેક માટે શિક્ષણને સુલભ બનાવવાનો છે.
- Advertisement -
મંત્રીએ કહ્યું કે આપણે અમૃત કાળના યુગમાં છીએ. તેમણે ઉમેર્યું હતું કે, વૈશ્વિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ એવા જ્ઞાન અર્થતંત્ર તરીકે ભારતને સ્થાપિત કરવા માટે આગામી 25 વર્ષ નિર્ણાયક છે. આપણે એક એવી સભ્યતા છીએ જે વસુધૈવ કુટુમ્બકમમાં માને છે અને આપણે એ સમજવું જોઈએ કે આપણી પાસે માત્ર આપણા રાષ્ટ્રની જ નહીં પરંતુ વિશ્વની પણ જવાબદારીઓ છે.
મંત્રીએ વિનંતી કરી હતી કે આપણે 21મી સદીની તકો અને પડકારો માટે તૈયારી કરીએ છીએ, ત્યારે આપણે આપણી શિક્ષણ અને કૌશલ્યની ઇકોસિસ્ટમને મજબૂત કરવા ટેકનોલોજીનો લાભ લેવો જોઈએ. ગઈ કાલે, વિવિધ શિક્ષણ અને કૌશલ્ય સંસ્થાઓની મુલાકાત દરમિયાન આપણે બધાએ 21મી સદીની ભવિષ્યવાદી શિક્ષણ પ્રણાલીના વિવિધ પરિમાણોની ઝલક મેળવી, એમ તેમણે ઉમેર્યું. મંત્રીએ પૂર્વ-શાળાથી માધ્યમિકને આવરી લેતા ગઊઙના 5+3+3+4 અભિગમ, ઊઈઈઊ પર ભાર, શિક્ષક પ્રશિક્ષણ અને પુખ્ત શિક્ષણ, શાળા શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસનું એકીકરણ અને માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્ય આપવું જે 21મી સદીના વૈશ્વિક નાગરિકો તૈયાર કરવાના પગલાં છે તે અંગે પ્રકાશ પાડ્યો હતો.
મંત્રીએ જણાવ્યું કે સરકાર ઙખ શાળાઓની સ્થાપના કરવાની પ્રક્રિયામાં છે જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હશે. આ અદ્યતન શાળાઓ ગઊઙ 2020ની પ્રયોગશાળા હશે. તેમણે ઙખ શાળાઓના રૂપમાં ભાવિ બેન્ચમાર્ક મોડલ બનાવવા માટે અમારા તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને સમગ્ર શિક્ષણ ઇકોસિસ્ટમ પાસેથી સૂચનો અને પ્રતિસાદ માંગ્યા.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે કોન્ફરન્સમાં સંરચિત અને પરિણામ આધારિત ચર્ચાઓમાં તમામ રાજ્યના શિક્ષણ પ્રધાનો પાસેથી અનુભવ અને જ્ઞાનની વહેંચણી, ગઊઙ 2020ની અનુરૂપ, શિક્ષણના લેન્ડસ્કેપમાં પરિવર્તન તરફ એક ડગલું આગળ લઈ જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચર્ચાઓ થઈ રહી છે. આ કોન્ફરન્સ સમગ્ર દેશમાં શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે ખૂબ આગળ વધશે.
એક પરિષદને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાને સતત પુન:વ્યાખ્યાયિત અને પુન:ડિઝાઈન કરવાની જરૂરિયાતને સમજીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 34 વર્ષ જૂની શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કર્યો છે. દેશ આપણી સંસ્કૃતિ મુજબ જ્ઞાનને શ્રેષ્ઠ ખજાનો માને છે. બધાને સમાન અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેયને સાકાર કરવા સમગ્ર રાષ્ટ્ર પ્રધાનમંત્રી નેતૃત્વ હેઠળ હાથ મિલાવે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોઈપણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજના વિકાસમાં શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા મુખ્ય પરિબળો છે.
રૂઢિચુસ્ત અને જૂના શિક્ષણની જગ્યાએ સર્વસમાવેશક અને સમાન શિક્ષણ આપવું એ સમયની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના બાળકો અને ભાવિ પેઢીને આ પ્રકારનું સમયસર શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા સાથે આ નવી શિક્ષણ નીતિ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશમાં ઘણી નવી પહેલ કરવામાં આવી છે; નવી શિક્ષણ નીતિ તેમાંથી એક છે. આ નીતિના પરિણામે દેશના યુવાનોને તેમની પ્રાદેશિક ભાષામાં ઉચ્ચ શિક્ષણ પણ મળશે. દેશમાં શિક્ષણ પરનો ખર્ચ લગભગ બમણો કરવામાં આવ્યો છે, તે જ સમયે, કૌશલ્ય વિકાસ પર પૂરતો ભાર મૂકવામાં આવ્યો છે અને દેશના 1.34 કરોડ યુવાનોના કૌશલ્યમાં વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર દેશમાંથી આવેલા શિક્ષણ મંત્રીઓ અને શિક્ષણવિદોની આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં આયોજીત આ બે દિવસીય સંમેલન શિક્ષણ ક્ષેત્રને વધુ અસરકારક રીતે મજબૂત કરશે.
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતને આ રાષ્ટ્રીય પરિષદની યજમાની કરવાનો મોકો આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેના પર ખૂબ ગર્વ અનુભવતા કહ્યું હતું કે, ’નેશનલ કોન્ફરન્સ ફોર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ’ કાર્યક્રમ એ ટેક્નોલોજીની મદદથી શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા, નવી શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યુ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું હશે.
મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ એક એવી નીતિ છે જેનો નિષ્ણાતો દ્વારા કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેના અમલીકરણથી આપણે સમાજમાં નવું પરિવર્તન જોઈ શકીશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – દેશના ભવિષ્ય અને નવા ભારત માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સાબિત થશે. આમ આવી નીતિનો અમલ એ આપણા સૌની જવાબદારી છે. શિક્ષણ એ સમાજ માટે આપણી સૌથી મોટી જવાબદારી છે અને આ જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવામાં નવી શિક્ષણ નીતિ એક સોનેરી પગલું બની રહેશે.