ભારતના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસથી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ અસ્ત્રનું સફળ પરીક્ષણ, ગોવાના દરિયાકાંઠેથી 20 હજાર ફૂટની ઉંચાઈથી મિસાઈલનું કરાયું પરીક્ષણ.
ASTRA Missile: સ્વદેશી રીતે નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસથી બુધવારે ગોવાના દરિયાકાંઠેથી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) એર-ટુ-એર મિસાઈલ અસ્ત્રનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 20,000 ફૂટની ઉંચાઈએ એરક્રાફ્ટથી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
Tejas, Light Combat Aircraft (LCA) LSP-7 successfully fired the ASTRA indigenous Beyond Visual Range (BVR) air-to-air missile off the coast of Goa.
The missile release was successfully carried out from the aircraft at an altitude of about 20,000 ft. All the objectives of the… pic.twitter.com/8wvCWwAx4Z
— All India Radio News (@airnewsalerts) August 23, 2023
- Advertisement -
મિસાઈલ ‘અસ્ત્ર’નું સફળ પરીક્ષણ
રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, “લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ LSP-7થી 23 ઓગસ્ટના રોજ ગોવાના દરિયા કિનારેથી વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ‘અસ્ત્ર’નું પરીક્ષણ કરવામાં આવ્યું” મંત્રાલયે કહ્યું કે, ટ્રાયલના તમામ ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે.
કોની દેખરેખ હેઠળ કરાયું પરીક્ષણ?
રક્ષા મંત્રાલયે જણાવ્યું કે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના પરીક્ષણ નિયામક (test director) અને વૈજ્ઞાનિકો તથા સેન્ટર ફોર મિલિટરી એરવર્થિનેસ એન્ડ સર્ટિફિકેશન (CEMILAC) અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સ (DG-AQA)ના અધિકારીઓ દ્વારા પરીક્ષણનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસથી મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષણથી તેજસની લડાયક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આયાતી શસ્ત્રો પર નિર્ભરતા ઘટાડશે.’