ખાસ-ખબર સંવાદદાતા
કેપ્ટન લાયેનેલ મેસી સહિતની આર્જેન્ટીનાની વર્લ્ડકપ વિજેતા ટીમ એશિયા પ્રવાસ અંતર્ગત ભારત પ્રવાસ આવવા માટે આતુર હતી. જોકે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને વર્લ્ડ ચેમ્પિયન ટીમની યજમાનીનો જંગી ખર્ચ ઉઠાવવાની અસમર્થતા દર્શાવતા યજમાની નકારી કાઢી હતી.
ક્રિકેટ માટે જંગી રકમનો ખર્ચ કરતાં ભારતને મેસી અને આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમની યજમાની માટેના આશરે રૃપિયા 32 કરોડ મોંઘા પડયા હતા. જો મેસી અને આર્જેન્ટીનાની વર્લ્ડ ચેમ્પિયન ફૂટબોલ ટીમ ભારત આવી હોત તો દેશભરના ચાહકો અને ભારતીય ફૂટબોલ માટે આ એક અવિસ્મરણીય ઘટના બની રહે તેમ હતી.
- Advertisement -
આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમ સાઉથ એશિયામાં ભારત અને બાંગ્લાદેશમાં બે ફ્રેન્ડલી મેચ રમવા ઈચ્છતી હતી. જોકે બંનેમાંથી કોઈ પણ દેશ આટલા ટૂંકા ગાળામાં જરુરી નાણાંની વ્યવસ્થા કરી શક્યા નહતા. આખરે આર્જેન્ટીનાને ચીનના બેઈજિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 15મી જુને અને જકાર્તામાં ઈન્ડોનેશિયા સામે 19મી જુને ફ્રેન્ડલી મેચ રમવી પડી હતી.