-આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ પ્રત્યે મારો દ્રષ્ટિકોણ આશાવાદી: કુક
ગઈકાલે મુંબઈમાં ભારતમાં એપલના પ્રથમ સ્ટોરનું ઉદ્ઘાટન થયુ હતુ. મુંબઈ સ્થિત બીકેસીના જિયો વર્લ્ડ ડ્રાઈવમાં કંપનીના પ્રથમ રીટેલ સ્ટોલના લોન્ચીંગના પ્રસંગે એપલના સીઈઓ ખુદ ટીમ કુકે ગ્રાહકોનુ સ્વાગત કર્યું હતું. તેણે ભારતીય અંદાજમાં ગ્રાહકોને બે હાથ જોડીને સ્વાગત કર્યું હતુ.
- Advertisement -
આ તકે જણાવ્યુ હતુ કે ભારત હાલ મોટા પરિવર્તનના મોડ પર છે. તેણે જણાવ્યુ હતુ કે તેની કંપની ભારતને પોતાનુ બેસ્ટ આપવાની કોશિષ કરી રહી છે. તેમણે આ તકે ટેકનોલોજીમાં એઆઈની ધૂમને લઈને પણ પોતાના વિચાર વ્યકત કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સને લઈને તેનો દ્રષ્ટિકોણ આશાવાદી છે અને એઆઈ તેની અનેક પ્રોડકટસની રૂટ (મૂળ) છે. દાખલા તરીકે કોઈ એપલની વોચનો ઉપયોગ કરે છે તો તે એચઈ અને મશીન લર્નીંગનો ઉપયોગ કરે છે.