આત્મનિર્ભર ભારત મિશનમાં યોગદાન આપી વિદેશી આઈટમોનો ઘરઆંગણે ઉત્પાદન ક્ષેત્રે આગળ વધવાનો અવસર પ્રાપ્ત
એકસ્પોમાં વિદેશથી આયાત થતી 500થી વધુ આઈટમનું પ્રદર્શન જોઈ લોકલ લેવલે ઉત્પાદન કરવાની તક ઝડપી લેવા સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આવતીકાલ તા. 2 ફેબ્રુ. થી તા. પ ફેબ્રુ. એમ ચાર દિવસ ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યુ છે જેમા અનેક દેશોમાંથી ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગી એવી આઈટમો જે આયાત કરવામાં આવે છે તેના માટે અલાયદો વિભાગ રાખવામાં આવ્યો છે, આ આઈટમોનુ આપણે ત્યાં ઉત્પાદન કરી આત્મનિર્ભર ભારત મિશનમાં જોડાવાની સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ઘરઆંગણે તક મળી છે જે ઝડપી લઈ આપણા ઉદ્યોગો જે તે આઈટમનું લોકલ ઉત્પાદન કરે જેથી આયાત પરની આપણી નિર્ભરતા ઓછી થાય અને વિદેશી હુંડીયામણની બચત થાય એમ લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક શ્રી હંસરાજભાઈ ગજેરા અને એકસ્પોના ચેરમેન શ્રી ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે.ચેરમેન ગણેશભાઈ ઠુંમરે એકઝીબીશનની વિગત આપતાં જણાવ્યુ છે કે, લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આવતીકાલ તા. 2 થી 5 ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. આ એક્સ્પો અનેક રીતે અનોખો છે. એકસ્પોમાં વિદેશથી આયાત થતી ઉત્પાદન ક્ષેત્રની 500 થી વધુ આઈટમો પ્રદર્શીત કરવામાં આવશે તેના માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વપ્ન આત્મનિર્ભર ભારત મિશનમાં જોડાવા માટે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ આ એકસ્પોની મુલાકાત લઈ આયાત થતી જે તે આઈટમોનો અભ્યાસ કરે અને આપણે ત્યાં તેનું ઉત્પાદન શરૂ કરવા પ્રયાસો કરે તો ઘણા સારા પરીણામો મળી શકે છે.
આપણા ઉદ્યોગપતિઓ વિશ્વ કક્ષાના તમામ પ્રકારના ઉત્પાદનો બનાવવા માટે સક્ષમ છે ત્યારે આપણા દેશમાં વિદેશથી આયાત થતી આઈટમો એક સ્થળે એક સાથે જોવા મળશે. વિદેશથી આયાત થતી આઈટમો વિશે પૂરતી જાણકારી મેળવી આપણે ત્યાં ઉત્પાદન કરવા આગળ આવવા સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને અનુરોધ કરવામાં આવ્યો છે.લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના માર્ગદર્શક શ્રી હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું છે કે, ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025 ના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને અનેક નવા ધંધા રોજગાર ઉભા કરવાની તક ઉભી થશે. હાલ વિદેશથી અનેક ચીજ વસ્તુની આયાત કરવામાં આવે છે તેમાં ફકત મેન્યુફેકચરીંગ ક્ષેત્રે જ 500 થી વધુ આઈટમો આયાત કરવામાં આવે છે એ આઈટમો રાજકોટના આંગણે એક સાથે એક સ્થળે પ્રદર્શીત કરવામાં આવશે. છેલ્લાં ચાર વર્ષમાં પાવર ટુલ્સ, હેન્ડ ટુલ્સ, સ્પેરપાર્ટસ, મેઝરીંગ ટુલ્સ, ન્યુમેટીક ટુલ્સ, હાઈડ્રોલીક, ઈલેક્ટ્રીક પાર્ટસની ભારતની આયાત 9.75 ટકા વધી છે. 13 એચ.એસ. એન. કોડ ધરાવતી વસ્તુઓની આયાત વર્ષ 2020-21માં રૂા. 24,488 કરોડ હતી જે વધીને રૂા. 34,125 કરોડ થઈ છે. છેલ્લા ચાર વર્ષમાં આટલા મોટા પ્રમાણમાં આયાત વૃધ્ધી સાથે ઈલેક્ટ્રીક ક્ધડક્ટર્સ (એચ.એસ.એન. કોડ 8487)ને જોડતા મશીનરી પાર્ટસની સૌથી વધુ આયાત જોવા મળી છે. હેન્ડ ઓપરેટેડ સ્પેનર્સ અને રેન્ચ હેન્ડલ સાથે અથવા વગર બદલી શકાય તેવા સ્પેનર સોકેટ (એચ.એસ.એન. કોડ 8204) વર્ષ 2020-21 થી 2023-24 દરમિયાન આયાતમાં 18 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. તે જ રીતે ડીબરીંગ, શાર્પનીંગ, ગ્રાઈન્ડીંગ માટે મશીન ટુલ્સ, પોલીશીંગ, અંતિમ મેટલ, ધાતુ કાર્બાઈડ કે સર્મેટ ગ્રાઈન્ડીંગ સ્ટોન, એબ્રેસીવ કે પોલીશીંગ પ્રોડકટસ (એચ.એસ.એન. કોડ 8460) વિભાગમાં છેલ્લા ચાર વર્ષમાં સતત આયાતમાં 18 ટકા જેટલી વૃધ્ધી જોવા મળી છે.
હાથથી કામ કરવા માટેના સાધનો, હવાવાળો, હાઈડ્રોલીક અથવા સ્વયં સંચાલીત ઈલેક્ટ્રીક કે બિન ઈલેક્ટ્રીક મોટર સાથે ચેઈન સોના ભાગો અને આ શ્રેણીમાં કામ કરવા માટેના ન્યુમેટીક ટુલ્સના ભાગોની આયાતમાં છેલ્લાં ચાર વર્ષમાં 13.5 ટકાનો વધારો થયો છે.



