ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે મોટી જીત નોંધાવ્યા બાદ ODI વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું
ભારતીય ટીમે શાનદાર રીતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું છે. મહત્વનું છે કે, આ મેચમાં ભારતીય ટીમ માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે મોટી જીત નોંધાવ્યા બાદ ODI વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે.
- Advertisement -
𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙎𝙀𝙈𝙄𝙎! 🙌#TeamIndia 🇮🇳 becomes the first team to qualify for the #CWC23 semi-finals 👏👏#MenInBlue | #INDvSL pic.twitter.com/wUMk1wxSGX
— BCCI (@BCCI) November 2, 2023
- Advertisement -
ભારતનું જોરદાર પ્રદર્શન
ભારત વર્તમાન વર્લ્ડ કપમાં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. હાલમાં સેમિફાઇનલ માટે ત્રણ જગ્યાઓ ખાલી છે અને આ ત્રણ જગ્યાઓ ભરવા માટે 5 ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. સેમીફાઈનલ માટે હજુ પણ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. જેમાંથી સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી વધુ આશા છે. કારણ કે આ ત્રણેય ટીમોનો નેટ રન રેટ પ્લસમાં છે.