પન્નુના છેલ્લા વિડીયોનો પણ ઉલ્લેખ કરાયો
કેનેડામાં ખાલીસ્તાનીઓને હત્યામાં ભારતની ભૂમિકા અંગે કેનેડીયન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ મુકેલા આરોપમાં ભારતે તેના અગાઉના વલણને વળગી રહેતા તપાસમાં સહયોગના અમેરિકાની અપીલ પર વળતો આકરો જવાબ આપ્યો હતો.
- Advertisement -
અમેરિકાને વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, અમારુ માનવું છે કે આ મુદો અત્યંત મહત્વનો છે. ભારતે તપાસમાં કેનેડાને સહયોગ આપવો જોઈએ તથા બન્ને દેશો વચ્ચેના મતભેદો ઉકેલવા માટે પણ પ્રયાસ કરવા જણાવ્યું હતું.
Pleased to meet with Secretary of State @SecBlinken this morning.
An open and productive conversation on further developing our strategic partnership.
- Advertisement -
Also spoke about West Asia, Indo-Pacific and other regional issues. pic.twitter.com/t9cao3PhL5
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 10, 2023
ભારતે ખાલીસ્તાની હત્યાની તપાસમાં સહયોગ કરવાની અપીલનો જવાબ આપતા કહ્યું કે જયાં સુધી કેનેડાનો પ્રશ્ન છે. અમે અમારા તમામ મિત્રો અને સાથીદાર દેશો સાથે સતત વાતચીત કરી જ રહ્યા છીએ.
આ મુદે ભારતની સ્થિતિ અનેક વખત સ્પષ્ટ કરવામાં આવી છે અને તે અન્ય કોઈ મંચ પર અલગ નથી. અમારી મુખ્ય ચિંતા સુરક્ષા અંગેની છે. પન્નુનો એક વિડીયો હાલમાં જ સામે આવ્યો છે અને તે અમારા માટે ગંભીર ચિંતાનો વિષય છે.