ઈંગ્લેન્ડની ટીમ રાજકોટ હોટલ ફોર્ચ્યૂન ખાતે કુમકુમ તિલક અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
આગામી ગુરુવારથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની શરૂઆત થવા જઈ રહી છે. જેને આજે વહેલી સવારે ઇંગ્લેન્ડની ટીમ નેટ પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ ખાતે પહોંચી ગઈ હતી. ખેલાડી હોય વહેલી સવારે થી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સ્ટેડિયમ તરફથી આગમી મેચ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હેમાંશુ શાહે મીડિયા સાથે જણાવ્યું હતું કે આગામી ગુરૂવારથી શરૂ થતી ટેસ્ટ મેચની તૈયારીઓ સંપૂર્ણ કરી લેવામાં આવી છે. અમારા માટે ગર્વની વાત એ છે કે પ્રથમ ટેસ્ટ મેચ પણ ઇંગ્લેન્ડ અને ભારતની ટેસ્ટ મેચ આ સ્ટેડિયમમાં યોજાય હતી. અને ફરીથી ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ જઈ રહી છે.
તરફથી પણ પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ રાજકોટની સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ અમે જ નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ પણ મેચ નિહાળશે.
આગામી 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાવા જઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માટે બન્ને ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે. ગઇકાલે અબુધાબીથી સ્પેશિયલ ફ્લાઈટમાં ઈંગ્લેન્ડની ટીમ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચી હતી. ઈંગ્લેન્ડની ટીમનું હોટલ ફોચ્ર્યૂન ખાતે કુમકુમ તિલક અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યારે સોમવારે ટીમ ઇન્ડિયા રાજકોટ પહોંચી હતી. રાજકોટની સયાજી હોટલ પહોંચેલી ટીમનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતુ.