કુલ 18 દેશોમાં ભારતનો સમાવેશ
ખાસ-ખબર સંવાદદાતા
સંયુક્ત રાષ્ટ્રસંઘની હ્યુમન રાઈટ (માનવાધિકાર) કાઉન્સિલમાં સતત 6ઠ્ઠી વાર ભારત ચૂંટાયુ છે. કુલ 18 દેશોની પસંદગી થઈ છે, જેમાં ભારતનો પણ જંગી મતો સાથે સમાવેશ થયો છે. ભારત માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવનો વિષય છે. કેમ કે ભારતમાં અને પરદેશમાં ઘણી સંસ્થાઓ ભારતમાં માનવાધિકારનો ભંગ થાય છે એવી બૂમરાણ મચાવતી હોય છે. એ વચ્ચે જ ભારતની UN Human Rights Councilએ દેશ માટે મોટી સિદ્ધિ છે. 14 ઓક્ટોબરે કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં 18 દેશો વર્ષ 2022થી 2024 માટે પસંદગી પામ્યા હતા.
યુએની વિગતો પ્રમાણે આ દેશો 3 વર્ષ માટે કાર્યરત રહેશે અને સમગ્ર વિશ્વમાં માનવાધિકારો પર ધ્યાન આપશે. અત્યારે સમિતિ કાર્યરત છે, તેનો સમય 31મી ડિસેમ્બર 2021ના દિવસે પુરો થશે.
- Advertisement -
સૌથી મોટી વાત એ છે કે ભારતને સૌથી વધારે 184 મત મળ્યા હતા. ભારત સાથે જ કઝાખસ્તાનને પણ 184 મતો મળ્યા હતા. રાષ્ટ્રસંઘના કુલ 193 દેશો છે, જેમાંથી 184 દેશોએ ભારતની તરફેણમાં મત આપ્યો હતો. હ્યુમન રાઈટ કાઉન્સિલવમાં 47 સભ્યો છે. તેમાંથી દર 3 વર્ષે જૂના સભ્યો બાદ થઈ નવા ઉમેરાતા હોય છે. આ વર્ષના અંતે 18 સભ્ય દેશોની મુદત પુરી થતી હોવાથી ચૂંટણી યોજાઈ હતી.