લદ્દાખ : લદ્દાખમાં પૈંગોંગ સરોવર પાસે ભારત અને ચીની સેના આમને સામને આવ્યા બાદ તણાવની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેનાએ ફિંગર 4 પર ડેરો જમાવ્યો છે.
બીજી તરફ ચીની આર્મી ફિંગર 4થી 8 સુધી પાછી ખસવા તૈયાર નથી અને ફિંગર 5થી ફિંગર 8 વચ્ચે નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. ચીનના નવા સૈનિકો અને વાહનો પણ નજરે પડ્યા છે. જોકે એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ ફિંગર 8 પર છે તેમ છતાં ચીની સેના LAC ક્રોસ કરીને ફિંગર 5 સુધી પેટ્રોલિંગ કરે છે. જોકે આ વખતે ભારતીય સેના પણ આક્રમક મૂડમાં છે.
- Advertisement -
ચીનની કોઈપણ ચાલાકીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ચીને 29-30 ઓગસ્ટની રાત્રે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાના આક્રમક વલણના કારણે ચીની સેના પાછળ ખસી હતી. LAC પર ભારતીય સેના સંપૂર્ણ રીતે અલર્ટ છે. પૈંગોંગ લેકના દક્ષિણ કિનારે ઉંચાઈવાળા સ્થળે સેના તૈનાત છે.