આંકોલવાડી ગીર વિસ્તારના 15 ગામના હજારો પરિવારો કાપોદ્વા, કતારગામ, સરથાણા, વેડ રોડ અને સુરતમાં વસવાટ કરે છે
ધારાસભ્ય ભગવાનભાઈ બારડે નવી એસ.ટી.વોલ્વો બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
તાલાલા પંથકના છેવાડાના આંકોલવાડી ગીર વિસ્તારના 15 ગામડાની ગ્રામીણ મુસાફર જનતાની ઘર આંગણે જ પરીવહન સેવામાં વધારો કરવા આંકોલવાડી ગીર ગામે અધતન નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેન્ડ નું નિર્માણ થયું છે અત્યારે આંકોલવાડી ગીર નવનિર્મિત એસ.ટી બસ સ્ટેન્ડ ઉપરથી દિવસ દરમ્યાન 46 એસ.ટી બસ આવક જાવક કરી રહી છે.
આંકોલવાડી ગીર વિસ્તારના 15 ગામોમાંથી સુરત, વરાછા, કાપોદ્વા, સરથાણા, વેડ રોડ અને કતારગામ વિસ્તારોમાં હજારો પરીવારો વસવાટ કરે છે.આ પરીવારોની પરીવહન સેવા માટે પ્રાઈવેટ આંકોલવાડી ગીર વિસ્તારમાંથી 15 જેટલી અનેક પ્રાઈવેટ બસો દોડતી હોય એસ.ટી.વિભાગે પણ આંકોલવાડી ગીરથી સુરત ની બે થી ત્રણ એસ.ટી.બસ શરૂ કરવી જોઈએ તેવી આ વિસ્તારના સામાજીક યુવા અગ્રણી વિજયભાઈ હિરપરા દ્વારા લાંબા સમયથી માંગણી કરવામાં આવેલ. દરમ્યાન એસ.ટી વિભાગે આંકોલવાડી ગીર થી સુરત ની એસ.ટી.વોલ્વો બસ શરૂ કરતાં મુસાફર જનતાને ખુબજ રાહત મળશે.
ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારે નવી શરૂ થયેલ એસ.ટી વોલ્વો બસને આંકોલવાડી ગીર થી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ વોલ્વો બસમાં 47 મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે.આંકોલવાડી ગીર આ એસ.ટી બસ સાંજે 5:00 વાગ્યે ઉપડી વહેલી સવારે સુરત પહોંચશે.સુરત થી સાંજે 7:00 કલાકે ઉપડી સવારે 8:00 વાગ્યે આંકોલવાડી ગીર પહોંચશે.આ બસ આંકોલવાડી થી ઉપડી તાલાલા,સાસણ ગીર, જુનાગઢ, રાજકોટ,ચોટીલા, બરોડા, ભરૂચ થઈ સુરત પહોંચશે.આ બસમાં સુરત જવાનું ભાડું રૂ.1710 રાખવામાં આવ્યું છે.આંકોલવાડી ગીર-સુરત એસ.ટી ની વોલ્વો શરૂ થયેલ બસને આંકોલવાડી ગીર વિસ્તારના 15 ગામડાની ગ્રામીણ મુસાફર જનતા ઉમળકાભેર વધાવી ખુશી વ્યક્ત કરી છે.
- Advertisement -
આંકોલવાડી ગીર નવી શરૂ થયેલ એસ.ટી બસને ધારાસભ્ય એ પ્રસ્થાન કરાવ્યું.આ પ્રસંગે સરપંચ સેજલબેન વઘાસિયા,તાલુકા પંચાયત સભ્ય અલ્પાબેન વઘાસિયા,જુનાગઢ વિભાગીય નિયામક,વેરાવળ ડેપો મેનેજર તથા ગામના અગ્રણીઓ તથા એસ.ટી.ના અધિકારીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.