કોરોના વાયરસ સંક્રમિત દર્દી દેશમાં સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં એકેટિવ કોરોના સંક્રમિત દર્દીઓના આંકડા 4054 સુધી પહોંચી ગયા છે. એક દિવસ પહેલા એક્ટિવ કેસ 3742 નોંધવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ફક્ત 1 દર્દીની મોત થઇ છે, મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ-19ના નવા સબ વોરિયન્ટ જીએન.1ના 5 કેસો સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, સવારે 8 વાગ્યે અપડેટ કરેલા આંકડા અનુસાર, સૌથી વધારે કેસો એક્ટિવ કેસો કેરલામાં નોંધાયા છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 128 એક્ટિ્વ કેસો નોંધાયા છે. જેની સાથે પ્રદેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,000થી વધારે કેસો નોંધાયા છે. એક નવા દર્દીની મોતની સાથે દેશભરમાં કોરોનાથી મરનારા દર્દીઓનો આંકડો 5,33,334 સુધી પહોંચી ગયો છે.
- Advertisement -
કોરોનાનો નવો વેરિયન્ટ દેશભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, પરંતુ તેના દર્દીઓ ગંભીર રૂપથી બિમાર નથી. છેલ્લા 24 કલાકમાં 315 દર્દીઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. તેની સાથે જ દેશભરમાં અત્યાર સુધીમાં 4.44 કરોડથી વધારે કોરોના સંક્રમણથી મુક્ત થઇ ગયા છે. જણાવી દઇએ કે, કોરોનાના નવા સબ વેરિયન્ટ જીએન.1નો પહેલો કેસ કેરળમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વેરિયન્ટના 5 કેસો થાણામાં રિપોર્ટ નોંધવામાં આવ્યા.
કોરોના પ્રોટોકોલ પાળવાની જરૂર
કેન્દ્ર સરકારને આ બાબતે નિવેદન આપ્યું કે, કોવિડ-19ના કેસોમાં હાલમાં થયેલો વધારો ચિંતાજનક નથી. લોકોએ ડરવાની જરૂર નથી. જોકે, સરકારે લોકોને કોરોના પ્રોટોકોલના નિયમોનું પાલન કરવાની જરૂર છે, બીજી બિમારીઓથી પીડિત દર્દીઓએ ફેસ માસ્ક પહેરવા, ભીડમાં જવાથી બચવાની જરૂર છે. ભારતમાં જીએન.1 વેરિયન્ટનો કોઇ સમૂહ જોવા મળયો નથી. બધા કેસોમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા છે.