ફેસલેસમાં કામનું ભારણ વધ્યું, પ્રમોશન, આકારણીની સમય મર્યાદા સહિતના મુદ્દે જોઈન્ટ કાઉન્સીલએ બાંયો ચડાવી
લાંબા સમયથી પડતર પ્રશ્રનોનો ઉકેલ આવતાં આજે આવકવેરા વિભાગના કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. જોઇન્ટ કાઉન્સિલ ઓફ એક્શન ઇન્કમટેક્સ એમ્પ્લોયઝ ફેડરેશન અને ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિયેશન દ્વારા બે દિવસ પૂર્વે મિટીંગ મળી હતી આ મિટિંગમાં યુનિયનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મહત્વપૂર્ણ બેઠકમાં બંને એસોસિએશન ના પ્રશ્રનોને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી જોકે આ બાબતે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન આવતા અંતે આજે બપોરે જોઈન્ટ કાઉન્સીલ ઓફ એક્શન ના નેજા હેઠળ ઉપરના સમયે રાજકોટ સહિત દેશ ની ઇન્કમટેક્ષ કચેરીમાં સૂત્રોચાર સાથે ઘરણા કરવામાં આવશે. યુનિયન અગ્રણીઓએ જણાવ્યું હતું કે, પાયાની મુખ્યત્વે માંગણીઓ હજુ સુધી સીબીડીટી દ્વારા સ્વીકારવામાં આવી નથી.


