મનપાના પૂર્વ ટીપીઓ સહિત ચારને આવતીકાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટની ગેમ ઝોન દુર્ઘટનામાં પોલીસે કુલ 9 આરોપીની ધરપકડ કરી હતી જે પૈકી અત્યાર સુધીમાં 5 આરોપી જેલભેગા થઈ ચૂક્યા છે જ્યારે પૂર્વ ટીપીઓ સાગઠિયા સહિત 4 આરોપી હજુ રિમાન્ડ પર છે જેના આવતીકાલે રિમાન્ડ પૂરા થતાં હોય કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
- Advertisement -
રાજકોટના TRP ગેમઝોનમાં ગત તારીખ 25.05.2024ના રોજ થયેલ અગ્નિકાંડ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ સંચાલક યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, મેનેજર નીતિન જૈન અને સંચાલક ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા અને આજે તેમના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા ચારેય આરોપીઓને આજ રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકી 5 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે જયારે રાજકોટ મનપાના 4 અધિકારીઓના 12 જૂન, 2024ને બુધવારના રોજ રિમાન્ડ પૂર્ણ થશે. હાલ પોલીસ દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.