હરિ અને હરના સાન્નિધ્યમાં આદ્યાત્મ, મનોરંજન અને લોકસંસ્કૃતિનો ત્રિવેણી સંગમ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના હસ્તે ઉદ્ઘાટન કરી સોમનાથના પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગોલોકધામ ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ મેળો પાંચ દિવસ ચાલશે. જેમાં ખાણીપીણીના વિવિધ સ્ટોલ, બાળકો માટે રમકડાં તેમજ અન્ય વેચાણ સ્ટોલ સહિત 3ડી પ્રોજેક્ટર શોઢ-ચંદ્રયાન-3, ચકડોળ, ટોરાટોરા, બ્રેકડાન્સ જેવી રાઈડ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉદ્ઘાટન બાદ કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, ટ્રસ્ટી જે.ડી.પરમાર, ટ્રસ્ટ મેનેજર વિજય સિંહ ચાવડા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સાથે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહીત અગ્રણીઓ સોમનાથના હેરિટેજ સ્થળોની ફોટો પ્રદર્શનીની મુલાકાત લીધી હતી
- Advertisement -
કાર્તકી પૂર્ણિમા મેળો પાંચ દિવસ ચાલનારા આ મેળામાં ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, સોમનાથ 70 પ્રદર્શની, માહિતી સભર સ્ટોલની સાથે પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.