નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે શુભારંભ : 3000થી વધુ વ્યક્તિઓ પ્રેરક ઉપસ્થિત રહ્યા
‘ડાયાબિટીસના રિપોર્ટ નિશુલ્ક કરી આપવામાં આવશે’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ – સત્વ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દર નું સત્વ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનો તારીખ 5-2 -2025ને બુધવારના રોજ ખોડીયાર જયંતિના પાવન પર્વ પર આ સાહસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીના શુભારંભ પ્રસંગે ત્રણ હજારથી વધુ વ્યક્તિઓ શુભેચ્છા આપવા માટે આયોજકો ભાઈઓને પહોંચ્યા હતા. ખાસ તમારો માનસિક દવાનો ખર્ચ તમને વધુ બીમાર કરે છે ત્યારે તમને રાહતનો અનુભવ કરવા માટે હાર્દિક સોરઠિયા દ્વારા મેડિકલની અંદર અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે મેડિકલની અંદર દરેક સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ, જેનરિક દવાઓ, આયુર્વેદિક દવાઓ, સર્જીકલ કોસ્મેટિક આઈટમ પર રાહત દરે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. સાથે ફ્રી હોમ ડીલીવરી પણ આપવાના છે. ટ્રસ્ટ સંચાલિત આ લેબોરેટરીમાં ડાયાબિટીસના રિપોર્ટર નિશુલ્ક કરી આપવામાં આવી રહ્યા છે, સાથે અન્ય લોહીના રિપોર્ટ, પેશાબના રિપોર્ટ જેવા તમામ રિપોર્ટ ઉપર રાહત દરે કરવામાં આવી રહ્યા છે, તો બોડી ચેકઅપ પણ રાહત દરે કરી આપવામાં આવે છે. આ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ અને લેબોરેટરીના શુભારંભ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ખોડલધામ ટ્રસ્ટના ઉપ પ્રમુખ તુષારભાઈ લુણાગરિયા, રાજ બેન્કના ચેરમેન અને ખોડલધામના મહામંત્રી જીતુભાઈ વસોયા, ખોડલધામના ટ્રસ્ટી મનસુખભાઈ વેકરીયા, પ્રવીણભાઈ જસાણી, વૃંદાવનભાઈ અકબરી સાથે અનેક પોલીસ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,



