ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સપ્તાહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સાથે જી-20 અંતર્ગત યંગ ઇન્ડિયા સ્ટ્રોંગ ઇન્ડિયા વિષય પર વ્યાખ્યાન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, મુખ્ય વક્તા તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદી, સંસ્કૃત યુનિવર્સિટીના કુલ સચિવ ડો. દશરથ જાદવ, મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા, વ્યાકરણ વિભાગના અધ્યક્ષ પ્રો.વિનોદ કુમાર ઝા, યુનિવર્સિટીના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો આરંભ દીપપ્રજ્વાલન અને મંગલાચરણ દ્વારા કરવામાં આવ્યો હતો અને શાસ્ત્રોના સંરક્ષણ અને સંવર્ધન માટે સંસ્કૃત યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ રહેશે તેવા ઉમદા હેતુથી આ સંસ્કૃત સપ્તાહોત્સવ તા.2 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત વેરાવળ નગરની શાળાઓના છાત્રો માટે વિવિધ સ્પર્ધાઓમાં જોડાશે.