ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ પોલીસ લાઈન બહુ વિશાળ હોય ત્યારે પોલીસ પરિવારો જ્યારે પોતાના પતિ કે પિતા ઘરે ના હોય ત્યારે પરિવારજનોને કોઈપણ ઘરવખરીની ચીજવસ્તુ બહાર લેવા જવું ન પડે તે માટે પોલીસ વેલ્ફર યોજના મુજબ આજે પોલીસ કેન્ટીન સાંસદ રાજેશ ચુડાસમા ના હસ્તે ખુલ્લી મુકાઈ હતી જિલ્લા પોલીસવાડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારો તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પોલીસ કેન્ટીનમાં ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ જે પોલીસ પરિવારોને ખૂબ જ રાહત દરે વેચાણ કરાય રહ્યું છે તેમજ પોલીસ પરિવારોને જીવન જરૂરી દરેક રાશન હોજેરી અનાજ કઠોળ તેલ બિસ્કીટ શેમ્પૂ સાબુ જેવા અનેક પ્રસાધનો ખૂબ જ વ્યાજબી દરે ઘર બેઠા મળી જાય તેવું આયોજન ગીર સોમનાથ પોલીસ દ્વારા કરાયું છે.આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા પોલીસવાડા મનોહરસિંહ જાડેજા તેમજ પોલીસ પરિવારો સાથે ગામના વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને દિપાવલી નૂતન પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.
વેરાવળ પોલીસ લાઈનમાં પોલીસ કેન્ટીન મોલનો સાંસદના હસ્તે શુભારંભ
