ખાસ-ખબર સંવાદદાતા
તા. 21/1/2022ને શુક્રવારના રોજ શ્રી પંચનાથ હોસ્પિટલના બીજા વર્ષના મંગલ પ્રવેશના પાવન પર્વ પર દેવાધિદેવ મહાદેવના સાંનિધ્યમાં તથા અનેક મહાનુભાવો તથા દાતાશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે ડાયાલિસિસ વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે સંભાળી હતી.
આ પ્રસંગે હોસ્પિટલના મુખ્ય દાતાશ્રી કિશોરભાઈ કોટેચા, પી ડી અગ્રવાલ, સત્યવ્રતી અગ્રવાલ, ઋષભ અગ્રવાલ, મુકેશભાઈ દોશી, પ્રતાપભાઈ પટેલ, અશોકભાઈ કપૂર, એસ પી ઉત્પલ, પ્રદીપજી સૂજી, આનંદ શર્મા, અશોક શર્મા, રામચંદ્ર શૈલી, મનસુખભાઇ પટેલ ,ધીરૂભાઇ ડોડીયા માનદમંત્રી મયૂરભાઇ શાહ કોષાધ્યક્ષશ્રી ડી વી મહેતા ટ્રસ્ટીઓ અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નિરજભાઇ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, શુભેચ્છક આર સી પીઠડીયા સેવાભાવી કાર્યકરોશ્રી નિખીલભાઇ મહેતા પંકજભાઇ ચગ હોસ્પિટલ ઇન્ચાર્જ ધ્રુતિબેન ધડૂક તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોર્ટેબલ X – RAY મશીન દ્વારા દર્દી જ્યાં દાખલ થયેલ છે. તે જ જગ્યાએ X – RAY લઇ શકાશે તેવી જ રીતે ડાયાલીસીસની સારવાર પણ પોતાના બેડ ઉપર જ મેળવી શકાય છે.
- Advertisement -
ડાયાલિસિસ સારવારની તમામ જરૂરી મશીનરીઓ મુંબઈ સ્થિત માલતીબેન ગીરીશભાઈ ગાંધી (હસ્તે ચૈતાલીબેન શુક્લ) પરમ શ્રધેય ધીરજમૂનિ મહારાજની પ્રેરણા થકી કોલકત્તા સ્થિત ડો ચમનભાઇ જે દેસાઈ, જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન ( હસ્તે ચંદ્રવદનભાઇ દેસાઈ) જયાબેન નવનીતરાય પરીખ તથા સંધ્યાબેન પરીખ તરફથી શ્રી પંચનાથ હોસ્પિટલને અનુદાનમા આપેલ છે તે બદલ તમામ દાતાશ્રીઓનો હોસ્પિટલ ટ્રસ્ટ વતી આભાર માનું છું વધુમાં તેમણે હોસ્પિટલમાં ચાલતી તમામ પ્રકારની સારવાર તથા સેવાકીય પ્રવૃત્તિનુ ચીત્ર રજૂ કર્યું હતું તેઓ હોસ્પિટલ દ્રારા ગરીબોની સાચા અર્થમાં થતી સેવાકિય પ્રવૃત્તિનો ઉલ્લેખ અવારનવાર કરેછે કે રૂ 10/-માં વડાપાઉં પણ મળી શકતું નથી જ્યારે પંચનાથ હોસ્પિટલમાં રૂ 10/-માં તાવ શરદી ઉધરસ મલેરીયા ડેન્ગયુ ટાઇફોઇડ જેવા રોગોની તપાસણી કરીને દર્દીઓને ત્રણ દિવસની દવા નિ:શુલ્ક ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે આ પરંપરા હોસ્પિટલની સ્થાપના સમયથી ચાલી આવે છે તે વાત સેવાકીય દૃષ્ટિએ ફરી દોહરાવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ ઘણી સેવાકીય પ્રવૃત્તિની યોજનાઓ વિચારણા હેઠળ છે.


