રૂ.100માં ઘઙઉ, રૂ.5000માં નોર્મલ ડિલિવરી અને રાહત દરે ડાયાલિસિસ સહિતની સેવાઓથી મંત્રી પ્રભાવિત, સરકારી સહયોગની ખાતરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઈટેડ કેર હોસ્પિટલ દ્વારા તારીખ 8 નવેમ્બર, 2025ના રોજ (શનિવારે) અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે સમાજના તમામ વર્ગને લાભ મળે તેવા ઉમદા આશય સાથે આ ઓપરેશન થિયેટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ પ્રસંગે પટેલ સમાજ ભામાશા જીવણભાઈ ગોવાણી, પ્રદેશ ભાજપ અગ્રણી દિનેશભાઈ અમૃતિયા તેમજ બહોળી સંખ્યામાં કર્મયોગ ટ્રસ્ટના દાતાશ્રીઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનાઈટેડ કેર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ મેવાએ કેબિનેટ મંત્રી સમક્ષ હોસ્પિટલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. હોસ્પિટલ 100 બેડની મંજૂરી સાથે તદ્દન સેવાભાવી ધોરણે કાર્યરત છે, જેમાં 12 બેડનું અધ્યતન ઈંઈઞ, 7 બેડનો ઈમરજન્સી વિભાગ, 6 બેડનો ડાયાલિસિસ વિભાગ અને 8 બેડનો ફિઝિયોથેરાપી વિભાગ પણ ઉપલબ્ધ છે. યુનાઈટેડ કેર હોસ્પિટલની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવસેવાના ઉમદા આશયથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે ભવિષ્યમાં હોસ્પિટલના વ્યાપને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી સમાજના તમામ વર્ગના દર્દીઓને વધુને વધુ લાભ મળી શકે. મંત્રીએ ટ્રસ્ટીઓને ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં કોઈપણ જરૂરિયાત ઊભી થશે તો સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા કર્મયોગ ટ્રસ્ટી ધરમશીભાઈ સીતાપરા, ખજાનચી ઈઅ કમલેશભાઈ વિરડીયા, રજનીભાઈ ઘોડાસરા, પ્રતાપભાઈ સિણોજીયા, કલ્પેશભાઈ વસોયા, ડો. મહેશ ગુંદણીયા અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ટ્રસ્ટે વધુ લોકોને આ સંસ્થાનો લાભ લેવા તેમજ દાતાઓને સહયોગ આપવા અપીલ કરી છે.
સંપર્ક માટે સરનામું: યુનાઈટેડ કેર હોસ્પિટલ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમથી આગળ, તુલસી સુપર માર્કેટની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ. ફોન: 8090080071 / 8090080073
રાહત દરે અપાતી અતિમહત્વપૂર્ણ સેવાઓ
રાજકોટના નામાંકિત ડોક્ટરો દ્વારા ફક્ત ₹100 માં ઘઙઉ સેવા આપવામાં આવે છે. અતિ રાહત દરનું ઈંઈઞ અને દરેક પ્રકારના ઓપરેશન તદ્દન સેવાભાવી ધોરણે કરવામાં આવે છે. નોર્મલ ડિલિવરી ફક્ત ₹5,000 માં અને સિઝેરિયન ડિલિવરી માત્ર ₹15,000 ના સેવાભાવી દરથી કરવામાં આવે છે. કર્મયોગ લેબોરેટરીમાં દરેક પ્રકારની તપાસો ખૂબ જ રાહત દરે થાય છે. મેમોગ્રાફી તપાસ ₹900 અને સોનોગ્રાફી તપાસ ₹350 જેવા સેવાભાવી દરથી કરવામાં આવે છે. ઈમરજન્સી સમયે દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં અથવા બહારગામથી લાવવા માટે ઈંઈઞ એમ્બ્યુલન્સની સેવા પણ ખૂબ જ સેવાભાવી દરથી કાર્યરત છે.



