સરકારે બિનવારસી ગૌવંશના નિભાવ માટે રૂ.50 કરોડની જોગવાઈ કરી છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર જિલ્લાના 83 કરોડના 180 વિકાસ કામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી દેવાભાઇ માલમે કર્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના સરદાર પટેલ સભા ગૃહ ખાતે આયોજિત વિશ્ર્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં સંબોધિત કરતા દેવાભાઈ માલામે જણાવ્યું કે, નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય અવિરત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની અસરકારક અમલવારીથી છેવાડાના લોકો સુધી આ પ્રજાકીય લાભ પહોંચાડ્યા છે.મંત્રીએ ઉમેર્યું કે,ખેતી અને પશુપાલન વ્યવસાય એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ ખેડૂત હિતકારી અમલમાં મૂકી છે.
- Advertisement -
સાથે જ આ ડબલ એન્જિનની સરકારે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો પણ સમન્વય કર્યો છે. તેમજ ડેરી ટેકનોલોજીને પણ એટલું જ પ્રોત્સાહન આપવામાં આવે છે.મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે બિનવારસી ગૌવંશના નિભાવ માટે પણ રૂપિયા 50 કરોડની જોગવાઈ કરી છે.