હિમાચલના મંડીમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે યાત્રા ત્યારે જ ફરી શરૂ કરવામાં આવશે જ્યારે યાત્રાનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત હશે.
બુધવારે રાત્રે ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું હતું અને રસ્તો બંધ થઈ ગયો હતો. આ દરમિયાન 40 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. જઉછઋ ટીમે ઘટનાસ્થળે પહોંચીને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
- Advertisement -
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટતા અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો છે. 29 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે સવારે 2 મૃતદેહ મળ્યા હતા. ખરાબ હવામાનને કારણે રાહત કાર્ય મુશ્ર્કેલ બની શકે છે કારણ કે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં છેલ્લા 4 દિવસથી વરસાદ ચાલુ છે. બુધવારે ભારે વરસાદ બાદ અજમેર શરીફ દરગાહ સંકુલ 2 ફૂટ પાણીથી ભરાઈ ગયું હતું. તેમજ, ભારે વરસાદ દરમિયાન, દરગાહ પરિસરમાં બનેલા વરંડાની છતનો એક ભાગ પણ તૂટી પડ્યો હતો. જો કે, આ દરમિયાન કોઈને ઈજા થઈ નથી. દરગાહ સમિતિએ તે વિસ્તારમાં લોકોની અવરજવર બંધ કરી દીધી છે.



